sooraj pancholi on sushant rajput and his former manager disha salian
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત અને દિશાના મોત પર આખરે સૂરજે મોઢું ખોલ્યું, સલમાન વિશે પણ હતું એવું કહી દીધું

સુશાંત અને દિશાના મોત પર આખરે સૂરજે મોઢું ખોલ્યું, સલમાન વિશે પણ હતું એવું કહી દીધું

 | 6:39 pm IST
  • Share

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેની પૂર્વ મેનેજર દિશા સાલિયનના અવસાન પછી અભિનેતા સૂરજ પંચોલીનું નામ ફરી એકવાર ચર્ચામાં છે. દિશા અને સૂરજના સંબંધો વિશે સોશિયલ મીડિયા પર ખરું ખોટુ લખાઈ રહ્યું છે. સૂરજે શનિવારે એક નિવેદન બહાર પાડીને આ તમામ અફવાઓને પાયા વિહોણી ગણાવી હતી. સૂરજે કહ્યું છે કે, સુશાંત સાથે તેની ક્યારેય લડત હતી જ નહીં થઈ અને તે સુશાંતની પૂર્વ મેનેજર દિશાને ઓળખતો પણ નથી.

સોશિયલ મીડિયા પર થોડા દિવસોથી તમામ પ્રકારની વાતો શેર કરવામાં આવી રહી છે. આ વાતમાંથી એક એ છે કે, સુશાંતના મૃત્યુનું કનેક્શન દિશા અને સૂરજ પંચોલી સાથે પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે દિશા સાલિયન જ્યારે સૂરજના સંતાનની માતા બનવા જઈ રહી હતી, ત્યારે ત્રણ વર્ષ પહેલા સુશાંત અને સૂરજ વચ્ચે ઝઘડો થયો હતો. આ પોસ્ટ્સમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સુશાંત સૂરજના આ કૃત્યનો ખુલાસો કરવાનો હતો પરંતુ સલમાન ખાને વચ્ચે આવીને સૂરજને બચાવી લીધો. આ બધા આક્ષેપો અંગે મૌન તોડતા સૂરજે કહ્યું છે કે, સુશાંત સાથે લડવાની વાત તો બહુ દૂર છે. પરંતુ તેની સાથે મારે ક્યારેય ખીજાઈને બોલવાનું પણ નથી થયું.

સૂરજે વાત કરતાં કહ્યું કે, ‘સુશાંતને લગતી બધી બાબતો મેં પહેલાથી સમજાવી દીધી છે. અને સલમાન ખાન શા માટે મારી જિંદગીમાં દખલ કરશે? શું તેમની પાસે બીજું કોઈ કામ નથી? મને ખબર નથી કે દિશા કોણ છે. હું મારા જીવનમાં ક્યારેય દિશાને મળ્યો પણ નથી. સુશાંતના મૃત્યુ પછી મને તેના વિશે જાણ થઈ અને મને તેના વિશે ખરાબ લાગ્યું. કોઈએ આ બધી બાબતો તેના પર્સનલ ફેસબુક પેજ પર ફિલ્મની સ્ક્રીપ્ટની જેમ લખી છે અને દરેક લોકો એવું માનવા લાગ્યા કે આ બધું સાચું છે.

સૂરજને આ બધી બાબતોમાં ફસાયેલો જોઈને તેનો પરિવાર પણ ખૂબ નારાજ છે. સૂરજના પિતા આદિત્ય પંચોલી કહે છે કે, ‘મારા પુત્રને આ બધી બાબતોમાં કેમ ફસાવવામાં આવી રહ્યો છે? એક દિવસ કે બીજા દિવસે સત્ય સામે આવશે જ. પરંતુ, જો મારો દીકરો કાલે કંઈક ન ભરવાના પગલાં ભરી લેશે તો તેના માટે જવાબદાર કોણ હશે? તે પહેલાથી જ સાત-આઠ વર્ષોથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કોઈકે ઓનલાઇન ઉશ્કેરણી કરી અને લોકોએ તેનો હાથો બનાવી લીધો અને મારા દીકરાને વિલન બનાવ્યો. લોકોએ સમજવું જોઈએ કે તે સોશિયલ મીડિયા પર શું શેર કરી રહ્યાં છે? પોલીસને તેમનું કામ કરવા દો. કોઈ પણ લોકો કાયદાથી ઉપર નથી. સૂરજ અને સુશાંત એકબીજાના મિત્રો હતા. જો દિશા ગર્ભવતી હતી, તો પોલીસ રેકોર્ડમાં કેમ એ વાત ન આવી? ‘

સુશાંત સાથે કોઈપણ પ્રકારની દુશ્મનાવટ અંગે સૂરજે કહ્યું કે, તે એક સીનિયર અભિનેતા હતો અને ખૂબ સફળ પણ હતો. હું તેમની બરાબરીની નજીક પણ નથી. તે મારી સાથે તેના નાના ભાઈની જેમ વર્તન કરતો. જ્યારે પણ અમે મળતા એકબીજાની ફિલ્મો અને ફિટનેસ ટ્રેનિંગ વિશે વાત કરતા. 2017માં સુશાંતે જાતે મને બોલાવ્યો જ્યારે અમારી વચ્ચેની લડતનો કોઈએ લેખ લખ્યો હતો. તેમણે કહ્યું, ‘કેટલાક ખોટા લેખ આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે સલમાન ભાઈ મારાથી નારાજ છે. શું તમે મને આ વિશે થોડી સ્પષ્ટતા આપી શકશો?

પોતાની વાત ચાલુ રાખતા સૂરજે કહ્યું, ‘તે વિચારી રહ્યો હતો કે જો હું આ બાબતે મારી સ્પષ્ટતા આપીશ તો કદાચ બધી બાબતો સાફ થઈ જશે. બાન્દ્રામાં અમે બંને એક મિત્રના ડિનર પર મળ્યા હતા. ત્યાં અમે કેટલીક વિચિત્ર તસવીરો ખેંચી કે જેમાં એવું લાગે કે અમે એકબીજા સાથે લડી રહ્યા હોઈએ. અમારી પાસે એક બીજાના નંબર પણ હતા. તેણે મને તેની ફિલ્મના સ્ક્રીનિંગ માટે પણ બોલાવ્યો અને હું જાતે જ ‘રાબતા’ના સ્ક્રીન પર ગયો હતો. કુલ મળીને અમે ચારથી પાંચ વાર મળ્યા હતાં.

આ વીડિયો પણ જુઓ: ગાંધીનગરના મેયર ભૂલ્યા નિયમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન