Sophie Turner Danced In Priyanka Nick's Wedding
  • Home
  • Featured
  • Photos: પ્રિયંકાનાં લગ્નમાં ‘જેઠાણી’ સૉફી ટર્નરે આપ્યું સ્ટેજ પરફૉર્મન્સ, જોઇ લો તેનો દેશી અંદાજ

Photos: પ્રિયંકાનાં લગ્નમાં ‘જેઠાણી’ સૉફી ટર્નરે આપ્યું સ્ટેજ પરફૉર્મન્સ, જોઇ લો તેનો દેશી અંદાજ

 | 1:23 pm IST

પ્રિયંકા ચોપરાએ જોધપુરમાં નિક જોનસ સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન પહેલા મહેંદીથી લઇને સંગીત સેરેમની સુધીની વિધિઓ થઈ હતી. પ્રિયંકા-નિકનાં લગ્નમાં દેશી-વિદેશી ઘણા મહેમાનો પહોંચ્યા હતા, પરંતુ સૌથી વધારે ચર્ચા પ્રિયંકા ચોપારાની જેઠાણી સોફી ટર્નરની રહી હતી. તાજેતરમાં સંગીત સેરેમની દરમિયાનની સોફીની એક તસવીર વાયરલ થઈ છે. આ તસવીરને ડિઝાઇનર અબુજાની અને સંદીપ ખોસલાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે 22 વર્ષની સોફી 2016થી નિક જોનસનાં મોટા ભાઈ જો જોનસને ડેટ કરી રહી છે. સોફી અને જો જોનસે ગયા મહિને એંગેજમેન્ટ કરી હતી. બંને જલ્દીથી લગ્ન કરશે. સંગીત સેરેમનીમાં ‘ગેમ ઑફ થ્રોન્સ’ સ્ટાર સોફી ટર્નરે રંગ જમાવ્યો હતો. પિંક કલરનાં લહેંગામાં સોફીનો દેશી અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રિયંકાનાં લગ્ન સૌથી પહેલા ક્રિશ્ચિયન પરંપરાથી થયા હતા. વેડિંગ પછી મહેમાનો માટે કૉકટેલ પાર્ટી પણ થઈ હતી, ત્યારબાદ હિંદૂ રીતિ-રિવાજ પ્રમાણે બંનેનાં લગ્ન થયા હતા.

પ્રિયંકા ચોપરાએ પોતાના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.