SOTY2 Actress Ananya Panday Hot and Glamorous Photos Viral
  • Home
  • Featured
  • ‘SOTY2’ ફેમ અનન્યા પાંડેનો હોટ અને ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમ

‘SOTY2’ ફેમ અનન્યા પાંડેનો હોટ અને ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમ

 | 4:11 pm IST

અભિનેતા ચંકી પાંડેની પુત્રી અને અભિનેત્રી અનન્યા પાંડે તેના ગ્લેમરસ અને હોટ અંદાજ અને તેની ફિલ્મના કારણે હાલ ચર્ચામાં છે. અનન્યા પાંડેએ તાજેતરમાં રિલીઝ થઈ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’(SOTY2)થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર’ની રિમેક છે. હાલ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

અનન્યા પાંડે તેના હોટ અને કૂલ અંદાજના કારણે સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે. તેઓ બીટાઉનની ફેવરેટ સ્ટારકિડ્સમાંથી એક છે. અનન્યા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાનું પસંદ કરે છે. તેથી તેઓ સતત તેની સુંદર તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પણ અનન્યા પાંડેના લગભગ 26 લાખથી પણ વધુ ફેન છે. ફેન અનન્યાની તસવીરોને ઘણી પસંદ કરે છે. તેમને જણાવી દઈએ કે ફિલ્મ SOTY2માં અનન્યા પાંડે સાથે ટાઈગર શ્રોફ અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન