વીજળીની જેમ દોડતો જોવા મળ્યો ટાઈગર શ્રોફ, જુઓ Video - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • વીજળીની જેમ દોડતો જોવા મળ્યો ટાઈગર શ્રોફ, જુઓ Video

વીજળીની જેમ દોડતો જોવા મળ્યો ટાઈગર શ્રોફ, જુઓ Video

 | 3:40 pm IST

ટાઈગર શ્રોફની અપકમિંગ ફિલ્મ ‘સ્ટૂડેન્ટ ઓફ ધ યર 2’ના અનાઉંસમેન્ટ સાથે ચર્ચામાં છે. ફિલ્મનો ફર્સ્ટ લુક પોસ્ટર્સ લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ બધા સિવાય ફિલ્મના બધા કલાકાર તારા સુતારિયા અને અનન્યા પાંડે અને ટાઈગર શ્રોફ ઘણીવાર સોશિયલ મીડિયા પર ફિલ્મના સેટ પરથી ઘણા ફોટો અને વિડીયો શેર કરતા રહે છે.

હાલમાં ટાઈગર શ્રોફે એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ પોતાની રનિંગ સ્કિલ દેખાડતા જોવા મળે છે. આ વિડીયોમાં 28 વર્ષના ટાઈગર ત્રણ લોકો સાથે રેસ કરતા જોવા મળે છે અને વિડીયોના અંતમાં એક્ટર તેમને પાછળ છોડીને વિજળીની જેમ આગળ વધી જાય છે.

ટાઈગર શ્રોફ સાથે તારા અને અનન્યા આ ફિલ્મની શૂટિંગ માટે મસૂરીમાં છે. મસૂરીની શૂટિંગ શેડ્યુલ ખતમ થયા પછી ટીમ આ ફિલ્મની શૂટિંગ દિલ્હી, પુણે અને મુંબઈમાં કરશે.