ઠંડીમાં રાહત આપવાની સાથે વજન પણ ઘટાડશે આ ખાસ 'સૂપ' - Sandesh
  • Home
  • Food & Travel
  • ઠંડીમાં રાહત આપવાની સાથે વજન પણ ઘટાડશે આ ખાસ ‘સૂપ’

ઠંડીમાં રાહત આપવાની સાથે વજન પણ ઘટાડશે આ ખાસ ‘સૂપ’

 | 4:44 pm IST

આજે એક એવી વાનગી વિશે તમને જાણવા મળશે જે તમને એક સાથે બે ફાયદા કરશે. આ વાનગી છે કોબીજનું સૂપ, આ સૂપ પીવાથી ઠંડી તો દૂર થશે જ સાથે વજન પણ નિયંત્રણમાં રહેશે. આ સૂપ બનાવવામાં પણ સરળ છે અને શરીર માટે પૌષ્ટિક છે.

સામગ્રી
ઝીણી સમારેલી કોબીજ- 1 કપ
ઝીણું ખમણેલું ગાજર- અડધો કપ
ઝીણી સમારેલી ડુંગળી- 2 ચમચી
કોર્ન ફ્લોર- 2 ચમચી
મરી પાવડર- 1 ચમચી
નમક સ્વાદાનુસાર
માખણ- 1 ચમચી

રીત
કોબીજ, ડુંગળી અને ગાજરને બાફી લેવા અને સાઈડ પર રાખો. એક પેનમાં બટર ગરમ કરો અને તેમાં બાફેલા શાક સાંતળો. 5 મિનિટ પછી તેમાં મરી પાવડર અને કોર્ન ફ્લોરને પાણીમાં ઓગાળીને ઉમેરો. સૂપ માટે જરૂર જેટલું પાણી અને નમક ઉમેરો અને 10 મિનિટ ઉકાળો. ત્યારપછી ગરમાગરમ સૂપ સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન