NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • 16 વર્ષ પછી ટ્રેનમાં મુસાફરી કરવા બેઠો સૌરવ ગાંગુલી, એક સીટ માટે ઝઘડ્યો

16 વર્ષ પછી ટ્રેનમાં મુસાફરી કરવા બેઠો સૌરવ ગાંગુલી, એક સીટ માટે ઝઘડ્યો

 | 9:42 am IST

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ શનિવારના રોજ કોલકત્તાની પાસે પોતાની એક કાંસ્યની મૂર્તિનું અનાવરણ કર્યું. આ દરમ્યાન સૌરવ ગાંગુલીએ કોલકત્તાથી માલદા સુધી ટ્રેનમાં મુસાફરી કરી, પરંતુ આ મુસાફરી ગાંગુલી માટે સારી રહી નહીં. સૌરવ જેવો ટ્રેનમાં બેઠો તેમાં તેની એક વ્યક્તિ સાથે ઉગ્ર વિવાદ થયો. સૌરવ ગાંગુલી લગભગ 16 વર્ષ પછી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.

વાત એમ છે કે ગાંગુલીને ઉત્તર બંગાલના બાલુરઘાટમાં મૂર્તિનું અનાવરણ કરવાનું હતું. આ દરમ્યાન તેઓ પદાત્તિક એક્સપ્રેસથી ફર્સ્ટ ક્લાસ એસીમાં જવા નીકળ્યા. પરંતુ જ્યારે ગાંગુલી પોતાની સીટ પર પહોંચ્યા તો એક વ્યક્તિ ત્યાં પહેલેથી જ બેઠો હતો. આ દરમ્યાન ગાંગુલીની સાથે બંગાલ ક્રિકેટ સંઘના સંયુક્ત સચિન અભિષેક ડાલમિયા પણ હતા.

મીડિયા રિપોર્ટસના મતે ગાંગુલીએ જ્યારે એ વ્યક્તિને ઉભા થવાનું કહ્યું તો તે વ્યક્તિ ઉભો થયો નહીં અને ચર્ચા કરવા લાગ્યો. ત્યારબાદ સૌરવ ટ્રેનમાંથી જ ઉતરી ગયો, ત્યારે ભીડ ભેગી થઇ ગઇ હતી. પરંતુ બાદમાં સૌરવને એસી-2ની એક સીટ અપાઇ. જો કે આ ઝઘડો ટેકનિકલી ગડબડીના લીધે થયો હતો.

કાર્યક્રમ દરમ્યાન સૌરવ ગાંગુલીએ કહ્યું કે તેમણે આની પહેલાં 2001મા ટ્રેનમાં મુસાફરી કરી હતી, 16 વર્ષ બાદ ટ્રેનમાં મુસાફરી કરી. તમને જણાવી દઇએ કે સૌરવ ગાંગુલ હાલ બંગાળ ક્રિકેટ એસોસીએશનનો અધ્યક્ષ છે અને બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિનો સભ્ય પણ છે.