Sourav Ganguly Not Agree Ravi Shastri Comment On Team India
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીના નિવેદન પર ભડકયો સૌરભ ગાંગુલી, કહ્યું કે…

ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીના નિવેદન પર ભડકયો સૌરભ ગાંગુલી, કહ્યું કે…

 | 12:10 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના એ નિવેદનની ચારેય બાજુ ટીકા થઇ રહી છે, જેમાં તેમણે કહ્યું હતું કે હાલની ભારતીય ટીમનું વિદેશની ધરતી પર રેકોર્ડ છેલ્લાં 15-20 વર્ષની ભારતીય ટીમોની સરખામણીમાં શ્રેષ્ઠ થયું છે. શાસ્ત્રીના આ નિવેદન પર ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલીએ આપત્તિ વ્યક્ત કરી છે. ગાંગુલીએ સાથો સાથ કહ્યું કે શાસ્ત્રીની વાતો અપિરપકવ છે અને તેના પર ધ્યાન પણ આવું જોઇએ નહીં.

ગાંગુલીએ એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે આ રીતે વાતો કરવી સારી નથી. આ માત્ર તેમની અપરિપકવતા દર્શાવે છે. તેઓ કયારે કયા શું કહી દે છે, તે કોઇને પણ ખબર હોતી નથી. ગાંગુલીએ કહ્યું કે હું નથી ઇચ્છતો કે આપણે તેમના આ નિેવેદન પર ધ્યાન આપવું જોઇએ. હું માત્ર એટલું જ ઇચ્છું છું કે ભારત છેલ્લી ટેસ્ટમાં સારી રીતે ક્રિકેટ રમે.

46 વર્ષના ગાંગુલીએ કહ્યું કે ગમે તે જનરેશનન ખેલાડી રમી રહ્યા હોય, ભલે પછી ચેતન શર્મા હોય કે હું હોઉં, ધોની હોય કે વિરાટ જ કેમ ના હોય…આ તમામ ‘ભારતીય ટીમ’ છે અને ભારત માટે રમી રહ્યાં છે. અમે બધાએ અલગ-અલગ સમય પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. એ જરૂરી નથી કે તમે એક જનરેશનની તુલના બીજાની સાથે કરો. વિરાટ કોહલી અને તેમની ટીમના સભ્ય ભારત માટે ખૂબ જ મહેનત કરી રહ્યાં છે.

શાસ્ત્રીએ પણ કરી હતી તુલના
શાસ્ત્રીએ કહ્યું હતું કે આ ટીમનો વિદેશી ધરતી પર રેકોર્ડ સારો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમે વિદેશમાં 9 મેચ અને 3 સીરીઝ જીત્યા છીએ. મેં આની પહેલાં છેલ્લાં 15-20 વર્ષમાં કોઇ ભારતીય ટીમને જોઇ નથી, જેને આટલા ઓછા સમયમાં આ પ્રકારનું પ્રદર્શન કર્યું છે. એ સમયે તો દુનિયાના દિગ્ગજ ખેલાડીઓ પણ પ્લેયર્સ તરીકે ટીમમાં સામેલ હતા.