Sourav Ganguly says KL Rahul is Option For World Cup Dhawan is Appropriate
  • Home
  • Sports
  • Cricket
  • સૌરવ ગાંગુલીએ ટોપ ઓર્ડર પર આપ્યું નિવેદન, કહ્યું-‘રાહુલ એક વિકલ્પ છે પરંતુ…’

સૌરવ ગાંગુલીએ ટોપ ઓર્ડર પર આપ્યું નિવેદન, કહ્યું-‘રાહુલ એક વિકલ્પ છે પરંતુ…’

 | 4:25 pm IST

ભૂતપૂર્વ ભારતીય કપ્તાન સૌરભ ગાંગુલીએ વર્લ્ડ કપ ટીમ વિશે એક નિવેદન આપ્યું છે ગાંગુલીએ કહ્યું કે વર્લ્ડકપમાં લોકેશ રાહુલ એક વિકલ્પ છે પરંતુ શિખર ધવન અને રોહિત શર્માએ સાથે ઇનિંગની શરૂઆત કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે શિખર તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલ પાંચ વન ડે મેચોની સિરીઝમાં થોડો આઉટ ઓફ ફોર્મ જોવા મળ્યો હતો. જોકે સિરીઝમાં તેને એક શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તેને આ સિરીઝમાં કુલ 177 રન જ બનાવ્યા હતા. શિખરના આ ફોર્મને જોઈ વર્લ્ડ કપમાં ઇનિંગની શરૂઆત રોહિત-રાહુલ સાથે કરાવવા માટે ચર્ચા શરૂ થઈ ગઈ છે. પરંતુ ગાંગુલીએ આ ચર્ચાઓ પર હવે પૂર્ણ વિરામ મૂક્યો છે.

આ વિશે જ્યારે ગાંગુલીને પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે,‘રાહુલ ત્રણે ફોર્મેટમાં એક જબરદસ્ત બેટ્સમેન છે. પરંતુ રોહિત, શિખર અને વિરાટના ભાગરૂપે જે ટોપ ઓર્ડર બેટ્સમેન આપણી પાસે છે તે દુનિયાની કોઈ પણ ટીમ પાસે નથી.’ ઉપરાંત ગાંગુલીએ કહ્યું કે,‘જો તમે ઓસ્ટ્રેલિયાની વાત કરો તો સિરીઝમાં ઉસ્માન ખ્વાજાએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ જો તમે ભારતના ઉપરના ત્રણ બેટ્સમેનને જુઓ તો એવા બેટ્સમેન કોઈ પણ ટીમ પાસે નથી.’

શિખર ધવને 128 મેચોમાં અત્યાર સુધી 16 સદી બનાવી છે જ્યારે રાહુલે 14 વનડે મેચોમાં અત્યાર સુધી માત્ર 1 સદી ફટકારી છે. ગાંગુલીએ કહ્યું કે,‘વિરાટ પાસે 40 સદી, રોહિત પાસે 22 સદી અને શિખર ધવન પાસે 16 સદીનો અનુભવ છે. આ ત્રણેને ભેગા કરીએ તો કુલ 78 સદી થાય છે અને આ ત્રણે વધુ 5-6 વર્ષ રમશે તેથી મને લાગે છે કે આ ભારત માટે મજબૂત પક્ષ છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન