અમરેલી વિધાનસભાની 4 સીટો માટે ભાજપ દ્વારા કરી લેવાયી ઉમેદવારોની પસંદગી – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • અમરેલી વિધાનસભાની 4 સીટો માટે ભાજપ દ્વારા કરી લેવાયી ઉમેદવારોની પસંદગી

અમરેલી વિધાનસભાની 4 સીટો માટે ભાજપ દ્વારા કરી લેવાયી ઉમેદવારોની પસંદગી

 | 7:13 pm IST

+
ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમરેલી વિધાનસભાની 4 સીટો માટે ઉમેદવારોની પસંદગી થઈ ચૂકી છે. ભાજપ ચૂંટણી મેદાનમાં આ દિગ્ગજોને ઉતારશે તેમ જાણવા મળ્યું છે. અમરેલીમાં વિધાનસભાની 5 બેઠકોમાંથી 4 માટે ઉમેદવાર નિશ્રિત થઈ ચૂક્યાં છે. જાણો કઈ બેઠક પરથી કોણ લડી શકે છે ચૂંટણી

અમરેલીથી બાવકુ ઉંઘાડ બની શકે છે ભાજપના ઉમેદવાર
ધારીથી દિલીપ સંઘાણીને  ઉતારશે મેદાનમાં
રાજુલા બેઠક પરથી હીરાભાઈ સોલંકી લડી શકે છે ચૂંટણી
લાઠીથી ગોપાલ વસ્ત્રાપરાને ભાજપની ટિકિટ મળશે તેમ નિશ્રિત મનાય છે.

ઉલ્લેખનિય છે અમરેલીમાં ડોર ટુ ડોર પ્રચાર કરવા નિકળેલા કોંગ્રેસના પરેશ ધાનાણીને ભાગવું પડ્યું હતું. પરેશ ધાનાની કોંગ્રેસમાંથી સીએમ પદના દાવેદાર ગણાય છે…..જો કે આ મામલે પરેશ ધાનાનીએ કહ્યું હતું કે મારી વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું. અમરેલીમાં બાવકુ ઉંઘાણ મજબૂજ સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે. તે અમરેલી સીટ માટે ભાજપના દાવેદાર હોવાનું અને મોટેભાગે આ સીટ પર તે નિશ્રિત હોવાનું માનવામાં આવે છે.