South Actress looks like Malaika Arora, Photos Viral
  • Home
  • Featured
  • મલાઈકા અરોરા જેવી દેખાય છે આ સાઉથની એક્ટ્રેસ, તસવીરો જોઈ તમે પણ ભરમાઈ જશો

મલાઈકા અરોરા જેવી દેખાય છે આ સાઉથની એક્ટ્રેસ, તસવીરો જોઈ તમે પણ ભરમાઈ જશો

 | 6:39 pm IST

બોલિવૂડ એક્ટર્સના ડુપ્લિકેટ અને તેમની મિમિક્રી કરનારા કેટલાક આર્ટિસ્ટ તમે જોયા હશે. પરંતુ કેટલાક ડુપ્લિકેટ એવા પણ હોય છે કે જે એકદમ ઓરિજિનલ એક્ટર્સ જેવા દેખાય છે અને બન્ને વચ્ચે તફાવત શોધવી મુશ્કેલ હોય છે. એવો જ એક ચેહરો સામે આવ્યો છે. જે બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ મલાઈકા અરોરાથી ઘણો મેળ ખાય છે. જી હાં, સાઉથની એક્ટ્રસ હિના પાંચાલની તસ્વીરો હાલ ઈન્ટરનેટ પર ઘણી વાયરલ થઈ છે.

હિનાની વાત કરીએ તો તેનો ચેહરો મલાઈકાથી ઘણો મેળ ખાય છે. તમને જણાવી દઈએ કે હિના પાંચાલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તેઓ સતત તેની તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. ઈન્સ્ટાગ્રામ પર હિના પાંચાલના 2 લાખથી વધુ ફોલોવર્સ છે. હિના તેની સુંદરતા અને લુક્સના મામલે એકદમ મલાઈકાની જેમ જ દેખાય છે. હિનાની કેટલીક તસ્વીરો તો એવી છે જેને જોઈ તમે ગુંચવણમાં આવી શકો છો. કારણ કે આવી તસવીરોમાં હિના એકદમ મલાઈકા જેવી જ દેખાય છે. હિના સાઉથની ફિલ્મોમાં આઇટમ નંબર પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન