south actress ramya pandian in saree pictures goes viral
  • Home
  • Photo Gallery
  • આ અભિનેત્રીના ફોટો પરથી કપડાં કાઢી અસામાજીક તત્વોએ તસવીરો વાયરલ કરતાં ખળભળાટ!

આ અભિનેત્રીના ફોટો પરથી કપડાં કાઢી અસામાજીક તત્વોએ તસવીરો વાયરલ કરતાં ખળભળાટ!

 | 4:43 pm IST

સાઉથ મૂવીની જાણીતી અભિનેત્રી રમ્યા પાંડિયન તેના નગ્ન ફોટાઓને કારણે ચર્ચામાં છે. તેણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલાક કેઝ્યુઅલ ફોટો શેર કર્યા હતા. ફોટા શેર કર્યાના થોડા કલાકો પછી જ સેમિ ન્યૂડ નકલી ફોટા વાયરલ થવા લાગ્યા.

બનાવટી ફોટામાં રમ્યાની તે જ તસવીર હતી કે જે તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. ટ્રોલરોએ તેમના ફોટો સાથે ચેડા કર્યા અને તેમને અર્ધ નગ્ન બનાવી ફોટા વાયરલ કર્યા. રમ્યાએ વાદળી રંગની સાડી પહેરીને તેના ઇન્સ્ટાગ્રામ પર કેઝ્યુઅલ ફોટો શેર કર્યા છે. રમ્યા આ તસવીરોમાં સાદી પણ ગ્લેમરસ પોઝમાં જોવા મળી રહી છે.

રમ્યાએ જે વાદળી રંગની સાડી પહેરીને તેના ઇન્સ્ટાગ્રામ પર કેઝ્યુઅલ ફોટા શેર કર્યા છે તે જ ફોટોમાં ચેડા કરનારને અભિનેત્રીએ ચેતવણી આપી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના જેટલા જ તમામ નકલી ફોટા ડિલેટ કરી નાખવા કહ્યું છે. રમ્યાએ તેના ફેન્સને વિનંતી પણ કરી છે કે જો તેઓ તેમના નામનું કોઈ નકલી એકાઉન્ટ દેખાય તો તરત જ તેનો સંપર્ક કરવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન