south Africa call off proposed Pakistan tour citing workload
  • Home
  • Sports
  • Cricket
  • પાકિસ્તાનના પ્રવાસને સાઉથ આફ્રિકાએ કર્યો રદ્દ, કારણ જાણી તમને લાગશે નવાઈ

પાકિસ્તાનના પ્રવાસને સાઉથ આફ્રિકાએ કર્યો રદ્દ, કારણ જાણી તમને લાગશે નવાઈ

 | 5:18 pm IST

દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનના પ્રવાસે જવાનો નનૈયો ભણી દીધો છે. આ ટીમે ખેલાડીઓના કાર્યભાર સંબંધી વાત આગળ ધરીને ભારત પ્રવાસ પછી આવતા મહીને થનાર ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ માટે પાકિસ્તાનના પ્રવાસને રદ્દ કરી દીધો છે.

એક રિપોર્ટ અનુસાર હવે આ પ્રવાસનું આયોજન એ સમયે કરવામાં આવશે જ્યારે ક્રિકેટ દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બંને માટે યોગ્ય હોય.

દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ 12થી 18 માર્ચ સુધી યોજાનાર મેચની સીરીઝ રમ્યા પછી પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો હતો, જ્યાં રાવલપિંડીમાં ત્રણ ટી-20 મેટની સીરીઝમાં ભાગ લેવાનો હતો.

દક્ષિણ આફ્રીકાની આ ટીમ ઈગ્લેન્ડના ચાર મેચની ટેસ્ટ અને ત્રણ મેચની વનડે સીરીઝ પછી હવે ટી-20 સીરીઝ રમી રહ્યા છે. ટીમ ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની મેજબાની કરશે, જ્યાં ત્રણ મેચની વનડે સીરીઝ સિવાય ટેસ્ટ મેચ પણ રમશે.

આ સીરીઝની છેલ્લી મેચ અને ભારત પ્રવાસમાં રમાનાર પહેલા મેચ પછી એક અઠવાડિયાથી ઓછો સમય બચ્યો છે.

આ વીડિયો જુઓ: ભારતની આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સતત 7મી જીત 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન