South Africa Says It's being punished for Omicron Variant
  • Home
  • Top News
  • પ્રતિબંધો મૂકાતા દક્ષિણ આફ્રિકાનું દર્દ છલકાયું- ઓમિક્રોનની ઓળખની ‘સજા’ મળી

પ્રતિબંધો મૂકાતા દક્ષિણ આફ્રિકાનું દર્દ છલકાયું- ઓમિક્રોનની ઓળખની ‘સજા’ મળી

 | 11:04 am IST
  • Share

  • કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનએ દુનિયાભરમાં ફરીથી દહેશત ફેલાવી

  • વિજ્ઞાનના વખાણ થવા જોઇએ અને તેને સજા આપવી ના જોઇએ: દ.આફ્રિકા

  • કેટલાંય કેસનું દક્ષિણ આફ્રિકા સાથે કોઇ લિંકઅપ નથી: DIRCO

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનએ દુનિયાભરમાં ફરીથી દહેશત ફેલાવી દીધી છે. દુનિયાના કેટલાંય દેશોએ દક્ષિણ આફ્રિકા પર કેટલાંય પ્રકારના પ્રતિબંધો મૂકી દીધા છે. કેટલાંય દેશોએ દક્ષિણ આફ્રિકાથી આવનારા ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો તો કોઇએ ત્યાંથી આવનારા લોકો માટે ક્વોરેન્ટીનનો નિયમ લાગૂ કરી દીધો છે. પ્રતિબંધો લગાવા પર દક્ષિણ આફ્રિકાનું દુ:ખ છલકાયું છે. તેમણે કહ્યું કે અમને કોવિડના નવા વેરિઅન્ટની ઝડપી ઓળખ કરવાની ‘સજા’ મળી રહી છે.

દક્ષિણ આફ્રિકા બોલ્ય – અમને ‘સજા’ મળી રહી છે

આખી દુનિયામાંથી પ્રતિબંધો મૂકાતા દક્ષિણ આફ્રિકાનું દર્દ છલકાયું છે. તેમણે કહ્યું કે તેને ઝડપથી નવા વેરિઅન્ટની ઓળખ કરવાની ‘સજા’ મળી રહી છે. દક્ષિણ આફ્રિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન એન્ડ કોઓપરેશન (DIRCO) એ એક નિવેદન બહાર પાડીને દુનિયાભરના નેતાઓને પ્રતિબંધો ના મૂકવાની અપીલ કરી છે. ટ્રાવેલ બેન પર નિવેદન આપતા કહ્યું કે એડવાન્સ જીનોમિક સિક્વેંસિંગ અને ઝડપથી નવા વેરિઅન્ટની ઓળખ કરવા માટે સજા મળી રહી છે. વિજ્ઞાનના વખાણ થવા જોઇએ અને તેને સજા આપવી ના જોઇએ. DIRCO એ એમ પણ કહ્યું કે કેટલાંય દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ સામે આવી રહ્યા છે અને તેમાંથી કેટલાંય કેસની દક્ષિણ આફ્રિકા સાથે કોઇ લિંક નથી. વિદેશ મંત્રી નાલેદી પંડોર એ પણ દક્ષિણ આફ્રિકા પર ટ્રાવેલ બેન લગાવા પર યુકે સહિતના કેટલાંય દેશોની આલોચના કરી છે.

Covid-19ના નવા વેરિઅન્ટ B.1.1529 આ સપ્તાહે દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો. WHO એ તેને શુક્રવારના રોજ ‘વેરિઅન્ટ ઓફ કંસર્ન’ એટલે કે ચિંતાજનક ગણાવ્યો છે. તેને ‘Omicron’ નામ આપ્યું. અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે નવા વેરિઅન્ટ કોરોનાના બાકી વેરિઅન્ટ કરતાં વધુ સંક્રમક કહેવાય છે.

દુનિયાના કેટલાંય દેશોમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની ઓળખ થઇ છે, ત્યારબાદ દેશોએ દક્ષિણ આફ્રિકા પર કેટલાંય પ્રકારના પ્રતિબંધ મૂકી દીધા છે. યુકેમાં પણ આ વેરિઅન્ટથી સંક્રમિત બે દર્દી મળી ચૂકયા છે. ત્યારબાદ તેણે આંતરરાષ્ટ્રીય યાત્રીઓના આવવા પર ટેસ્ટિંગ અને માસ્ક પહેરવું જરૂરી કરી દીધું છે. જર્મની અને ઇટલીમાં પણ તેના દર્દી મળ્યા છે. સાથો સાથ બેલ્જિયમ, ઇઝરાઇલ, અને હોંગકોંગમાં પણ યાત્રીઓમાં ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળ્યો.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે જે લોકો ઇંગ્લેન્ડ આવશે તેમને PCR ટેસ્ટ કરાવો ફરજિયાત હશે અને નેગેટિવ રિપોર્ટ આવવા સુધી સેલ્ફ આઇસોલેટ જ રહેવું પડશે. તેમણે કહ્યું કે જો કોઇપણ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત મળે છે તો તેના તમામ નજીકના લોકોએ 10 દિવસ સુધી ક્વોરેન્ટીન જ રહેવું પડશે. જો કોઇ સંપૂર્ણ વેક્સીનેટેડ છે અને તેના નજીકનો ઓમિક્રોનથી સંક્રમિત થાય છે તો તેને ક્વોરન્ટીન રહેવું પડશે નહીં. આ સિવાય પબ્લિક ટ્રાન્સપોર્ટ અને દુકાનો પર માસ્ક પહેરવું પણ જરૂરી કરી દીધું છે.

ઇટલી અને જર્મનીમાં પણ ઓમિક્રોનના નવા કેસ સામે આવી ચૂકયા છે. આ તમામ લોકો દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા હતા. નેધરલેન્ડસે પણ દક્ષિણ આફ્રિકાથી પાછા આવેલ બે ફ્લાઇટસના યાત્રીઓને આઇસોલેટ કરી દીધા છે અને તેમના સેમ્પલ લેવાયા છે. નેધરલેન્ડે આશંકા વ્યક્ત કરી છે કે કેટલાંય લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળી શકે છે.

ભારતે પણ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ગાઇડલાઇન રજૂ કરી છે અને કહ્યું કે એરપોર્ટ પર તમામ આંતરરાષ્ટ્રીય પેસન્જર્સનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરાય. ખાસ કરીને દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, અને બોટ્સવાનાથી આવનારા પેસેન્જર્સનું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો