South Africa tour postponed for 4T20 Match due to fears of Omicron variant
  • Home
  • Sports
  • Cricket
  • કિક્રેટ જગતમાં પણ ઓમિક્રોનનો ભય, BCCIએ લીધો મોટો નિર્ણય

કિક્રેટ જગતમાં પણ ઓમિક્રોનનો ભય, BCCIએ લીધો મોટો નિર્ણય

 | 12:43 pm IST
  • Share

  • BCCIના સેક્રેટરી જય શાહે આપી માહિતિ

  • દ. આફ્રિકામાં 3 ટેસ્ટ, 3 વન-ડે મેચ હાલમાં રમાશે

  • 4 ટી-20 મેચ પાછળથી રમાશેઃ જય શાહ

 

ANIની માહિતિના આધારે આજે શનિવારે BCCIનું 90મું AGM યોજાયું હતું જેમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. આ સાથે જ ભારતીય ટીમના સાઉથ આફ્રિકાના પ્રવાસને લઈને BCCIના સેક્રેટરી જય શાહે મોટું નિવેદન આપ્યું છે.

 

આવો છે નિર્ણય

હાલમાં આવેલા નિર્ણય અનુસાર ભારતીય ટીમ દ. આફ્રિકાનો પ્રવાસ કરશે અને તેમાં ભારતીય ટીમ 3 ટેસ્ટ, 3 વન-ડે મેચ રમશે. આ સાથે 4 ટી-20 મેચને લઈને પ્રવાસ મોકૂફ રખાયો છે. આ માટેની નવી તારીખો જલ્દી જાહેર કરાશે.

 

દ. આફ્રિકામાં ઓમિક્રોનનો ભય

દ. આફ્રિકામાં ફેલાયેલા કોરોનાના નવા વેરિઅન્ટના કારણે આ પ્રવાસ ટાળવામાં આવી રહ્યો છે. હાલમાં આ પ્રવાસ 17 ડિસેમ્બરથી શરૂ થવાનો હતો. ભારત અહીં પ્રવાસ કરશે પણ આ ફક્ત ટેસ્ટ અને વનડે મેચ પૂરતો સીમિત રહેશે. 4 ટી-20 મેચ માટેનો પ્રવાસ હાલમાં સ્થગિત કરાયો છે, આ માટેની તારીખોની જાહેરાત ફરીથી કરાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો