6..0..6..6..6.. પાકિસ્તાનના આ બેટ્સમેને મેદાન પર મચાવી દીધો તહેલકો, જુઓ VIDEO

પાકિસ્તાન-સાઉથ આફ્રિકા (South Africa vs Pakistan)ની વચ્ચે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ્સ પાર્કમાં ત્રીજી વનડે મેચમાં હસન અલી (Hasan Ali)એ 11 બોલમાં 32 રનની અણનમ તાબડતોડ ઈનિંગ રમી હતી. આ દરમિયાન હસન અલીએ જેજે સ્મટ્સ (JJ Smuts)ની ઓવરમાં સતત 3 બોલ પર 3 સિક્સ ફટકારી હતી. જેની મદદથી પાકિસ્તાને મજબૂત સ્કોર ઉભો કર્યો હતો.
Hear babar with the 4th Six of Hasan. pic.twitter.com/WQUmezbqiA
— Taimoor Zaman (@taimoorze) April 7, 2021
પાકિસ્તાનની ઈનિંગની 49મી ઓવરમાં સિક્સનો વરસાદ જોવા મળ્યો હતો. ઓવરના બીજા બોલ પર અલીએ સિક્સ ફટકારી હતી. જે બાદ ત્રીજો બોલ ડોટ બોલ રહ્યો હતો. પણ તે પછીના ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર હસન અલીએ સતત 3 સિક્સ ફટકારી હતી.
🔸 Imam-ul-Haq – 57
🔸 Fakhar Zaman – 101
🔸 Babar Azam – 94Pakistan top-order powers them to 320/7 🏏
Can South Africa chase this down?#SAvPAK | https://t.co/EAY308uReg pic.twitter.com/aoBnI8ze8E
— ICC (@ICC) April 7, 2021
ગત મેચમાં સાત રનથી ડબલ સેન્ચુરી ચૂકી ગયેલ ફખર જમાંની વધુ એક સદી તેમજ કેપ્ટન બાબર આઝમની 94 રનની ઈનિંગની મજજથી પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાની સામે ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં 7 એપ્રિલે અહીં સાત વિકેટ પર 320 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો.
આ વીડિયો પણ જુઓઃ દેશમાં કોરોનાએ તોડ્યા અત્યાર સુધીના તમામ રેકોર્ડ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન