ભારત સામે હારથી હારી ગયેલા દક્ષિણ આફ્રિકાએ ટી-20 ટીમ માટે ચલાવી કાતર - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ભારત સામે હારથી હારી ગયેલા દક્ષિણ આફ્રિકાએ ટી-20 ટીમ માટે ચલાવી કાતર

ભારત સામે હારથી હારી ગયેલા દક્ષિણ આફ્રિકાએ ટી-20 ટીમ માટે ચલાવી કાતર

 | 12:21 pm IST

ભારત સામે ટેસ્ટ અને વન ડે શ્રેણી પછી દક્ષિણ આફ્રિકા ટી-20ની ત્રણ મેચની શ્રેણી રમનાર છે. આ શ્રેણીની પ્રથમ ટી-20 મેચ જોહાનિસબર્ગના વોન્ડરર્સ ગ્રાઉન્ડમાં રવિવારે રમાનાર છે. ટી-20 ટીમ માટે દક્ષિણ આફ્રિકાએ જાહેર કરેલી ટીમમાંથી મોટા ભાગના ટેસ્ટ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ટેસ્ટમાંથી નિવૃત્તિ લેનાર જેપી ડ્યુમની ટી-20 ટીમના કેપ્ટન છે. આ સાથે એબી ડિવિલિયર્સને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

દક્ષિણ આફ્રિકાની ટી-20 ટીમમાં ક્રિસટીયાન જોંફેર અને ઝડપી બોલર જુનિયર ડાલા સહિતના બે નવોદિતા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. વન ડે શ્રેણી રમતા વિકેટકીપર બેટ્સમેન હેનરીચ ક્લાસનનો પણ પ્રથમવાર ટી-20 ટીમમાં સમાવેશ કરાયો  છે.

દક્ષિણ આફ્રિકાની ટી-20 ટીમ

જેપી ડયુમની (કેપ્ટન), બેહારદીન, જુનિયર ડાલા, એબી ડિ વિલિયર્સ, રીઝા હેન્ડરિક્સ, ક્રિસ્ટિયાન જોંકર, હેનરિચ ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, ક્રિસ મોટિસ, ડેન પેટરસન, આરોન ફંગીસો, એંડીલે ફેહલુકવાયો, તબરેઝ શમ્સી અને જ્હોન-જ્હોન સમથ.