ભારતીય મૂળની મહિલાનું માથું વાઢી, ૧૯૨ ઘા મારનાર જંતરમંતર કરનાર દ.આફ્રિકનને આજીવન કેદ - Sandesh
NIFTY 10,361.15 -49.75  |  SENSEX 33,699.78 +-135.96  |  USD 64.8600 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • ભારતીય મૂળની મહિલાનું માથું વાઢી, ૧૯૨ ઘા મારનાર જંતરમંતર કરનાર દ.આફ્રિકનને આજીવન કેદ

ભારતીય મૂળની મહિલાનું માથું વાઢી, ૧૯૨ ઘા મારનાર જંતરમંતર કરનાર દ.આફ્રિકનને આજીવન કેદ

 | 10:37 pm IST

ચાર યુવાનોને ૧૫૦૦૦૦ ડોલર આપવાની લાલચે ભારતીય મૂળની મહિલાનું માથું કાપી નાંખવા ઉશ્કેરનારા એક દક્ષિણ આફ્રિકાના પરંપરાગત જંતરમંતર કરનારાને આજીવન કેદની સજા થઇ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જંતરમંતર માટે ભારતીય કે ગોરી કે રંગીન મહિલાનું માથું લાવી આપવા બદલામાં ૨૦ લાખ રેન્ડ આપવા સિબોનાકાલિસો મ્બીલીએ ચાર આરોપી પૈકી એક ફલાખે ખુમાલોને કહ્યું હતું.

ખુમાલોએ અન્ય ત્રણ યુવાનો જીમી સ્ટેન્લે થેલેજાલા, મલુન્ગીસી ન્ડલોવુ અને મ્બાલી મહવાલાની મદદથી ભારતીય મૂળની દેશ્રી મુરુગને લલચાવીને ૨૦૧૪માં ડરબન નજીક ચાત્સવર્થની ભારતીય વસાહતમાંથી લાવ્યા હતા. તેને ૧૯૨ ઘા મારીને મારી નાંખ્યા બાદ એ ચારે તેનું માથું કાપી લઇ ગયા હતા.

ખુમાલોએ આ પહેલાં હત્યાનો ગુનો કબુલ કરી લીધો હતો અને તેને મહિલાની હત્યા બદલ આજીવન કેદની સજા ફટકારાઇ છે. થેલેજાલા અને ન્ડોલોવુને ૧૫ વર્ષની અને મગવાલાને ૧૨ વર્ષની જેલની સજા ફટકારાઇ છે.