Airport worker Handling luggage goes viral for best reason
  • Home
  • Videos
  • Featured Videos
  • એરપોર્ટ પરના આ કર્મચારીને તમે પણ કરશો સો સો સલામ, જુઓ Video

એરપોર્ટ પરના આ કર્મચારીને તમે પણ કરશો સો સો સલામ, જુઓ Video

 | 10:37 pm IST

એરપોર્ટ પર અવાર નવાર મુસાફરોનો સામાન જેમ તેમ ફેંકી દેવાની ઘટનાઓ સામે આવે છે. કેટલીક વાર તો મુસાફરોના મોંઘા દાટ સામાના ચોરી પણ થઈ જતો હોય છે. પરંતુ આ બધાથી તદ્દન અલગ જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એરપોર્ટ પરનો એક કર્મચારી તદ્દન સાવચેતીથી મુસાફરોનો સામાન એક એક કરીને સરખો મુકી રહ્યો છે. અવળી બેગો પણ સીધી કરીને મુકે છે. આ વીડિયો દક્ષિણ આફ્રિકાના લંસેરિયા ઈંટરનેશનલ એરપોર્ટનો છે. કન્વેયર બેલ્ટ પર સામાન મુકનાર વ્યક્તિનું નામ એફ્રાઈમ સિબેકો છે. આ વીડિયો નીચે લખ્યું છે કે, તો તમે પોતાના જીવનમાં ક્યારેય મુસાફરી કરી હોય તો, હું શરત લગાવીને કહી શકું છું કે, જેટલી હિફાજતથી એફ્રાઈમ લગેજ બેલ્ટ પર સામાન ગોઠવી રહ્યો છે. કોઈ બીજા બેગ હેંડલરે ક્યારેય આમ નહીં કર્યું હોઈ.

તાજેતરમાં જ લગેજ બેલ્ટ પર સામાન ગોઠવતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.3 મિલિયન લોકો જોઈ ચુક્યા છે. જ્યારે 400 થી વધારે લોકો આ વીડિયોને શેર કરી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

pghb.sandesh.home.js pghb.sandesh.js