NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ઈન્ડિયાને પછાડી સાઉથ આફ્રિકાને વન-ડે ક્રિકેટમાં નંબર-1 બનવાની તક

ઈન્ડિયાને પછાડી સાઉથ આફ્રિકાને વન-ડે ક્રિકેટમાં નંબર-1 બનવાની તક

 | 11:07 pm IST

બાંગ્લાદેશ સામે શરૂ થઈ રહેલી ત્રણ વન-ડે મેચની સિરીઝમાં જીત મેળવી સાઉથ આફ્રિકા પાસે વન-ડે રેન્કિંગમાં ફરી નંબર વન બનવાની તક છે. ભારતીય ટીમ અત્યારે 120 પોઇન્ટ સાથે નંબર વનના સ્થાને છે જ્યારે આફ્રિકા 119 પોઇન્ટ સાથે બીજા નંબરે છે. જો સાઉથ આફ્રિકા 2-0થી સિરીઝ જીતે તો તેના 120 પોઇન્ટ થશે પરંતુ તે દશાંશ પદ્ધતિ મુજબ પ્રથમ સ્થાન મેળવી લેશે જ્યારે 3-0થી જીતે તો 121 પોઇન્ટ સાથે પ્રથમ નંબર મેળવશે.

જો સાઉથ આફ્રિકા 2-1થી સિરીઝ હારે તો તેના 119 પોઇન્ટ જ રહેશે જ્યારે બાંગ્લાદેશના ૯૫ પોઇન્ટ થશે. બીજી તરફ બાંગ્લાદેશ 2-1થી સિરીઝ જીતે તો આફ્રિકાના 117 પોઇન્ટ થઈ જશે જ્યારે બાંગ્લાદેશના 97 પોઇન્ટ થશે. બાંગ્લાદેશ 3-0થી સિરીઝ જીતે તો તેના 100 પોઇન્ટ થશે જ્યારે સાઉથ આફ્રિકાના 115 પોઇન્ટ થઈ જશે.

શુક્રવારથી શરૂ થઈ રહેલી પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે પણ પાંચ વન-ડે મેચની સિરીઝ શરૂ થઈ રહી છે જેમાં બંને ટીમો પાસે પોતાનો ક્રમાંક સુધારવાની તક છે. પાકિસ્તાનના અત્યારે 95 પોઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે જો શ્રીલંકા સામે 5-0થી જીતે તો તેના 99 પોઇન્ટ થઈ જશે પરંતુ તે છઠ્ઠા સ્થાને જ રહેશે. પાકિસ્તાન ૪-૧થી જીતે તો તેના 97 પોઇન્ટ થશે તે જ રીતે 3-2થી જીતે તો તેના 95 જ પોઇન્ટ રહેશે.

જો શ્રીલંકા આ સિરીઝ 4-1થી જીતે તો તેના ૯૧ પોઇન્ટ થશે જ્યારે પાકિસ્તાનના 89 પોઇન્ટ થઈ જશે. તે જ રીતે શ્રીલંકા પાકિસ્તાનનો વ્હાઇટવોશ કરતાં આ સિરીઝ 5-0થી જીતે તો તેના 91 પોઇન્ટ થશે જ્યારે પાકિસ્તાનના ૮૯ પોઇન્ટ થઈ જશે અને આઠમા ક્રમાંકે ધકેલાઈ જશે.