South Korea company Kia Seltos SUV sold over 40000 in only four mounts
  • Home
  • Featured
  • સૌથી વધુ વેચાતી SUV બની Kia Seltos, 4 મહિનામાં આટલી કાર વેચાઈ, જાણો કિંમત અને ફીચર્સ

સૌથી વધુ વેચાતી SUV બની Kia Seltos, 4 મહિનામાં આટલી કાર વેચાઈ, જાણો કિંમત અને ફીચર્સ

 | 11:12 pm IST

એક તરફ ભારતના ઓટો સેક્ટરમાં મંદી ચરમસીમા પર પહોંચી છે. ત્યારે બીજી તરફ સાઉથ કોરિયાની એક ઓટોમોબાઇલ કંપનીએ તેના પ્રોડક્ટનું રેકોર્ડ વેચાણ કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ સાઉથ કોરિયાની બીજી સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની Kia Motorsએ માત્ર ચાર મહિનામાં 40,000 Kia Seltos SUV કારનું વેચાણ કર્યું છે.

રિપોર્ટ પ્રમાણે કંપનીએ દાવો કર્યો છે કે માત્ર નવેમ્બરમાં જ 14,005 કારનું વેચાણ કર્યું. આ સાથે કંપનીએ એમ પણ દાવો કર્યો કે તે ભારતની ચોથી સૌથી મોટી એસયુવી કાર વેચતી કંપની બની છે. આપને જણાવી દઇએ કે ભારતમાં Kia Motorsએ ફક્ત એક જ કાર સેલ્ટોસ લોન્ચ કરી છે. આ સાથે કંપનીએ જણાવ્યું કે Seltos એસયુવી માટે 86,840 બુકિંગ થયા છે. કંપનીએ ઓગસ્ટમાં 6,236 કાર, સપ્ટેમ્બરમાં 7,754 કાર અને ઓક્ટોબરમાં 12,854 કારનું વેચાણ કર્યું છે.

Kia Seltosના ફીચર્સ:

કંપનીએ Kia Seltosની વેટિંગ ઓછી કરવા માટે ડુઅલ ક્લચ ટ્રાન્સમિશન અને ડીઝલ ઓટો વેરિયંટનું પ્રોડક્શન શરૂ કર્યું છે. કારના ફીચર્સની વાત કરીએ તો KIA Seltosમાં 1.5 લીટર એનએ પેટ્રોલ એન્જિન છે, જે 113 બીએચપીનું પાવર આપે છે. અને 144 એનએમનું પિક ટોર્ક જનરેટ કરે છે. આમ, 1.5 લીટર ડીઝલ એન્જિન વેરિયેન્ટ 113 બીએચપીનું પાવર આપે છે. અને 250 એનએમનું પીક ટોર્ક જનરેટ કરે છે. એક વધુ વેરિયેન્ટ છે, જે 1.4 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન જે 138 બીએચપીનો પાવર આપે છે. અને 242નું પીક પોઈન્ટ જનરેટ કરે છે. આ એસયુવીમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ એન્જિનનો ઓપ્શન છે.

માઇલેજ અને કીમત:

Kia Seltosના માઇલેજની વાત કરીએ તો રિપોર્ટ મુજબ 16થી 21 કિમી પ્રતિલીટર છે. જ્યારે તેની એક્સ-શોરૂમ પ્રાઇઝ 9.69 લાખ રૂપિયાથી 16.99 લાખ રૂપિયા સુધી છે.

આ વીડિયો પણ જુઓ: વાઘોડિયા તાલુકાના તરસવા વસાહતમાં પાણીની લાઈનમાં ભંગાણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન