south korea hits 1 million 5g subscribers in 69 days beats 4g record
  • Home
  • Featured
  • આ દેશમાં માત્ર 69 દિવસમાં થયા 1 મિલિયન 5Gના ગ્રાહકો, તોડ્યો 4Gનો રેકોર્ડ

આ દેશમાં માત્ર 69 દિવસમાં થયા 1 મિલિયન 5Gના ગ્રાહકો, તોડ્યો 4Gનો રેકોર્ડ

 | 4:06 pm IST

5G નેટવર્ક આવવાથી 4G જલદી જ સમાપ્ત થઇ જશે. આવો દાવો દક્ષિણ કોરિયામાં સાચો પડ્યો છે. આ વાત અમે કેમ કહી રહ્યાં છીએ તો ચાલો તમને જણાવીએ, કે દક્ષિણ કોરિયા સરકારે જાહેરાત કરી છે કે માત્ર 69 દિવસમાં 5Gનાં 1 મિલિયન ગ્રાહકો થઇ ગયા છે. આ આંકડો તેનાથી પણ વધારે છે કે જ્યારે 2011માં દેશના 4G નેટવર્કમાં 1 મિલિયનના આંકને પાર કરવા માટે 80 દિવસનો સમય લાગ્યો હતો.

દક્ષિણ કોરિયામાં સત્તાવાર રીતે ત્રીજી એપ્રિલે વ્યવસાયિક 5જી સેવા લોંચ કરવામાં આવી હતી. આ પછી, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયએ 10 મી જૂનના રોજ 1 મિલિયનથી વધુ સબ્સક્રાઇબર્સ થવાની પુષ્ટિ કરી છે. દેશમાં આશરે 17,000 નવા 5જી ગ્રાહકો દરરોજ જોડાય છે. આ સંખ્યા દેશમાં 5જીની લિમીટેડ મર્યાદિતતા પછી ના છે.

એવો અંદાજ છે કે વર્ષના અંત સુધીમાં આ સંખ્યા 4 થી 5 મિલિયન સુધી પહોંચી શકે છે. ખાસ કરીને, Samsung Galaxy Fold અને Galaxy Note 10 સાથે દેશમાં 5Gનું આગમન થયા પછી તે વધુ સંભવિત છે. નવા હાર્ડવેર રિલિઝ જેવા કે વી.આર., એ.આર., લાઇવ સ્પોર્ટસ અને ગેમિંગ કન્ટેન્ટ પણ 5 જી સેવાઓનું માર્કેટિંગ અને લોકોને આકર્ષવા માટે પોતાનો ભાગ ભજવે છે.

શું છે 5G ટેક્નોલોજી અને શું થશે તેના ફાયદા:
ઘણા લાંબા સમયથી 5Gને લઇ ચર્ચા ચાલી રહી છે. પણ આ તરફ ઝડપથી તેના પર કામ ચાલી રહ્યું છે. નેક્સ્ટ જનરેશન વાયરલેસ ટેક્નોલૉજી માત્ર 5જી પર આધારિત હશે. 5જી 10 ગણી ઝડપી આપવાની સાથે ડેટા ટ્રાન્સફરમાં પણ ઓછો સમય લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન