NIFTY 10,141.15 -6.40  |  SENSEX 32,400.51 +-1.86  |  USD 64.2600 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • દક્ષિણ કોરિયાએ ભારતમાંથી કેરીની આયાત કરવાની પરવાનગી આપી

દક્ષિણ કોરિયાએ ભારતમાંથી કેરીની આયાત કરવાની પરવાનગી આપી

 | 2:17 am IST

મુંબઈ, તા. ૨૦

વર્ષ ૨૦૧૬માં સાઉથ કોરિયાએ ૪.૮૦ કરોડ ડોલરની કેરીની આયાત કરી હતી. આ આયાત મુખ્યત્વે થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, તાઈવાન, વિયેટનામ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, પેરુ અને અમેરિકાથી કરવામાં આવી હતી. અપેડા (એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસડ ફૂડ પ્રોડક્ટસ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરીટી)એ જાહેરાત કરી હતી કે સાઉથ કોરિયાની એનિમલ અને પ્લાન્ટ ક્વોરેન્ટાઈન એજન્સીએ ભારતની કેરીની આયાત માટે મંજૂરી આપી છે. જોકે, ભારતે કેરીની નિકાસ વેપર હિટ ટ્રિટમેન્ટ કર્યા બાદ કરવી પડશે.   અપેડાના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૫-૧૬માં ફ્રેશ મેન્ગોની નિકાસ ૧૫ ટકા ઘટીને ૩૬,૩૨૯ ટન થઈ હતી. જે વર્ષ ૨૦૧૪-૧૫માં ૪૨,૯૯૮ ટન થઈ હતી. મૂલ્યની દૃષ્ટિએ નિકાસ ૫૦૨.૬૦ લાખ ડોલરથી મામુલી ઘટીને ૪૯૪.૯૦ લાખ ડોલર થઈ હતી. ભારત મુખ્યત્વે મિડલઈસ્ટ, ફારઈસ્ટ, યુ.એસ.એ તેમ જ યુરોપિયન દેશોમાં કેરીની નિકાસ કરે છે. કેરીની કુલ નિકાસમાં જથ્થાની દૃષ્ટિએ યુએઈનો હિસ્સો ૫૦ ટકા કરતાં વધારે અને મૂલ્યની દૃષ્ટિે ૬૦ ટકા જેટલો છે. કેરીની નિકાસમાં બીજા ક્રમે યુ.કે. છે. ઓસ્ટ્રેલિયાએ પણ ભારતથી કેરીની આયાતના નિયમો હળવા કરવાનો નિર્દેશ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા ભારતથી ઇરેડિએટેડ મેન્ગોની આયાત કરે એવી શક્યતા છે.   સરકારનો અંદાજ છે કે આ વર્ષે કેરીનું ઉત્પાદન ત્રણ ટકા જેટલું વધારે થશે. વર્ષ ૨૦૧૪-૧૫માં કેરીનું ઉત્પાદન ૧૮૫.૩૦ લાખ ટન અને ૨૦૧૫-૧૬માં ૧૮૬.૪૦ લાખ ટન થયું હતું. વર્ષ ૨૦૧૬-૧૭માં ઉત્પાદન ૧૯૨.૨૨ લાખ ટન જેટલું થવાનો અંદાજ છે.