આ વરસે 100 ટકા વરસાદ, આ તારીખથી બેસશે ચોમાસું - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • આ વરસે 100 ટકા વરસાદ, આ તારીખથી બેસશે ચોમાસું

આ વરસે 100 ટકા વરસાદ, આ તારીખથી બેસશે ચોમાસું

 | 4:57 pm IST

ચોમાસું અપેક્ષા કરતાં ચાર દિવસ વહેલું એટલે કે 28 મેના કેરળમાં દાખલ થશે એવી આગાહી સ્કાયમેટે કરી છે. કેરળમાં ચોમાસું સામાન્યપણે 1 જૂને બેસતું હોય છે. આ વરસે ચોમાસું 100 ટકા સામાન્ય રહેશે એવી આગાહી સ્કાયમેટે 4 એપ્રિલે કરી હતી.

સ્કાયમેટની આગાહી મુજબ ચોમાસું 28 મેના દેવભૂમિ એટલે કેરળમાં દાખલ થશે. ચોમાસું 20 મેના આંદામાન અને નિકોબાર ટાપુ પર પહોંચશે, ત્યાર બાદ 24 મેના શ્રીલંકામાં દાખલ થયા બાદ બંગાળના ઉપસાગરથી ચોમાસાનો પ્રવાસ શરૂ થશે એવી આગાહી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે.

ઈશાન ભારતમાં ઇસ્ટર્ન મોન્સૂન દાખલ

ઇસ્ટર્ન મોન્સૂન 13 મેના દાખલ થશે એવી આગાહી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી હતી. એ મુજબ દેશના વિવિધ વિસ્તારમાં ઇસ્ટર્ન મોન્સૂન દાખલ થયું છે.

આ વરસે ચોમાસું કેવું જશે?

ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)એ ચોમાસું સામાન્ય રહેશે એવી આગાહી કરી હતી. આ વરસે વરસાદ ઓછો પડે એવી શક્યતા નહિવત્ હોવાનું આઈએમડીએ જણાવ્યું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ આ વરસે વરસાદનું પ્રમાણ સરેરાશ કરતાં વધુ હોવાની શક્યતા 12 ટકા હશે.

ટૂંક સમયમાં ઉકળાટથી રાહત મળશે

મુંબઈમાં ૩૪ ડિગ્રીથી લઈ વિદર્ભનાં ચંદ્રપુરમાં 47 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું, એટલે ઉકળાટથી ત્રાસેલાં નાગરિકો ચોમાસાની રાહ જોઈ રહ્યાં છે, જોકે હવામાનખાતાએ આગાહી કરી છે કે ટૂંક સમયમાં તાપમાનમાં ઘટાડો થશે.

મહારાષ્ટ્રમાં ચોમાસું ક્યારે?

ચોમાસું કેરળમાં દાખલ થયા બાદ આગામી ચોવીસ કલાકમાં એ દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ-લક્ષદ્વીપ ટાપુવિસ્તાર, કેરળનો મોટાભાગનો વિસ્તાર, તામિલનાડુનો આંશિક વિસ્તાર અને બંગાળની ખાડી સુધી પહોંચશે. સામાન્યપણે કેરળમાં ચોમાસું દાખલ થયા બાદ મહારાષ્ટ્રમાં એકાદ અઠવાડિયામાં વરસાદની શરૂઆત થતી હોય છે. આ વરસે કેરળમાં ચોમાસું ચારેક દિવસ વહેલું બેસવાની આગાહી થઈ હોવાથી મહારાષ્ટ્રમાં જૂનના પહેલા અઠવાડિયામાં ચોમાસું બેસે એવી શક્યતા છે.