Get discount on online payment
  • Home
  • Business
  • મકર સંક્રાતિ પર સસ્તુ સોનું ખરીદવાનો સોનેરી મોકો, ઓનલાઈન પેમેન્ટ પર મળશે ડિસ્કાઉન્ટ

મકર સંક્રાતિ પર સસ્તુ સોનું ખરીદવાનો સોનેરી મોકો, ઓનલાઈન પેમેન્ટ પર મળશે ડિસ્કાઉન્ટ

 | 12:08 pm IST

મકર સંક્રાતિનો અવસર આવી ગયો છે. તહેવારના રશિયાઓ પતંગ ચગાવવા અગીશી પર ચડી ગયા છે. આ સોનેરી અવસરને ખાસ બનાવવા સરકારની સૉવરન ગોલ્ડ સ્કીમની નવી સીરીઝ લૉન્ચ થઈ રહી છે. જેમાં તમે 14 જાન્યુઆરી થી લઈને 18 જાન્યુઆરી સુધી પૈસા લગાવી શકો છો. આ દરમિયાન 3,214 રૂપિયામાં પ્રતિગ્રામ સોનુ ખરીદી શકો છો. સોવરન ગોલ્ડ સ્કીમ 2018-19માં ઓનલાઈન અરજી કરી રોકાણ કરનારને 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ આપવામાં આવશે. આ સિવાય પણ આ સ્કીમની કેટલીક ખાસ વાત જે જાણવી તમારા માટે ખુબજ જરૂરી છે.

શું છે આ સ્કીમ?

સરકારી ગોલ્ડ બોન્ડ યોજના નવેમ્બર 2015માં શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ સોનાની ફિઝિકલ ડિમાન્ડ ઓછી કરવાનું હતુ. બોન્ડમાં ન્યુનતમ રોકાણ એક ગ્રામ છે ઘરમાં સોના ખરીદીને રાખવાની જગ્યાએ તમે આ સ્કીમમાં રોકાણ કરશો તો તમને ટેક્સમાં પણ ફાયદો મળશે. આ યોજનામાં તમારે સોનાની કોઈ ચિંતા કરવાની રહેશે નહી. આ એક સરકારી યોજના હોવાથી સોનાની શુદ્ધતાની પાકી ગેરંટી આપવામાં આવશે. આ સાથે જે છૂટ મળી રહી છે તે ફાયદામાં
આ સૌવરન ગોલ્ડ બોન્ડ 2018-19ની 5મી સીરીઝ છે. સરકાર ઓનલાઈન આવેદન કરનારને ડિઝીટલ માધ્યમથી ચુકવણી કરનારને 50 રૂપિયાની છુટ આપી રહી છે.

કેટલી છે મેચ્યોરિટી લિમિટ?

આ સ્કીમની મેચ્યોરિટી લિમિટ 8 વર્ષ છે. કોઈ પણ વ્યક્તિ પાસે આ બોન્ડને રાખવા માટે બે વિકલ્પ આપવામાં આવે છે. રોકાણ કાર પોતાના બોન્ડ કોઈને પણ ટ્રાન્સફર કરી શકે છે, શરત એ છે કે વ્યક્તિ તેની શરત પુરી કરી શકે. જો તમે સમય પહેલા આ બોન્ડની બહાર નીકળવા ઇચ્છો છો તો તમારે 5 વર્ષ પછી આવુ કરી શકો છો.

ક્યાં મળશે બોન્ડ?

આ બોન્ડ તમને બેન્ક, સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ, પોસ્ટઓફિસ, સ્ટોક એક્સચેન્જતી મેળવી શકો છો.

કેટલું સોનું ખરીદી શકશો?

આ સ્કીમમાં સૌથી નાનું બોન્ડ 1 ગ્રામ તેમજ વધારેમાં વધારે 500 ગ્રામ સોનાનું બોન્ડ ખરીદી શકો છો.