Soyabean Crop Cultivation Guide For Gujarat
  • Home
  • Agro Sandesh
  • ખેડૂતો માટે રસપ્રદ માહિતી, સોયાબીનની કાપણી ક્યારે કરવી જોઈએ?

ખેડૂતો માટે રસપ્રદ માહિતી, સોયાબીનની કાપણી ક્યારે કરવી જોઈએ?

 | 1:00 pm IST

સૌરાષ્ટ્રમાં કપાસના વિકલ્પ તરીકે સોયાબીનનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. સોયાબીનમાંથી પણ સારી આવક મળતી હોઈ ખેડૂતોનું તેના તરફ આકર્ષણ રહે છે. સોયાબીનનું પ્રથમ વખતનું વાવેતર હોય એટલે કાપણી ક્યારે કરવી તે જાણવું જરૂરી છે.

સોયાબીનના પાકની કાપણી અગત્યની બાબત છે. પાક કાપણી લાયક થાય ત્યારે પાન પીળા પડી ખરવા લાગે છે અને શિંગોનો રંગ કાળો-ભૂરો થઈ જાય છે. ૯૦થી ૯૫ ટકા જેટલી શિંગો કાળી ભૂખરા રંગની થઈ ગયા બાદ કાપણી કરવી. જો પાકની કાપણી મોડી કરવામાં આવે તો શિંગો ફટી જાય છે અને દાણા જમીન પર ખરી પડતાં તેની ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.

સોયાબીનમાં કાપણી જો પાકની પરિપકવતા પહેલા કરવામાં આવે તો દાણા અપરિપકવ હોવાથી ચીમળાઈને લીલા રંગના રહે છે. જેથી દાણાની ગુણવત્તા અને સ્ફૂરણશક્તિમાં ઘટાડો થતો હોવાથી સોયાબીનની કાપણી સમયસર થાય તે ખાસ જરૂરી છે.

  • અરવિંદભાઈ દેવડા, રાજકોટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન