પ્રેસ કોન્ફ્રન્સમાં 'નળ' લઈ પહોંચ્યા અખિલેશ અને કહ્યું કે... - Sandesh
  • Home
  • India
  • પ્રેસ કોન્ફ્રન્સમાં ‘નળ’ લઈ પહોંચ્યા અખિલેશ અને કહ્યું કે…

પ્રેસ કોન્ફ્રન્સમાં ‘નળ’ લઈ પહોંચ્યા અખિલેશ અને કહ્યું કે…

 | 3:36 pm IST

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ સરકારી બંગ્લા ખાલી કરી દીધો છે. પરંતુ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બંગ્લો ખાલી કર્યો હોવા છતાં તેના પર વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અખિલેશ પર બંગ્લો ખાલી કરવાની સાથે સાથે તેમાં તોડફોડ કરવા અને તેને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. આ મામલે SP અધ્યક્ષ અખિલેશે પ્રેસ કોન્ફ્રોન્સ કરી ખુલ્લાસો આપ્યો છે. જે સાથે જ યોગી સરકાર પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, સરકારે આંકડો જાહેર કરશે એટલે તેમને બાકી રહેલા નળ પાછાં આપી દેવામાં આવશે.

અખિલેશ યાદવે બંગ્લામાં તોડફોડના આરોપ પર ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષે કોઈનું પણ નામ લીધા વગર કહ્યું કે, નફરત અને ઈર્ષાના કારણે માત્ર એક નળ માટે તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. અખિલેશે સાથે જ કહ્યું કે, જો સરકાર બિલ આપશે તો તે નળ પોતાના ખર્ચે લગાવી દેશે. પ્રેસ કોન્ફ્રન્સમાં અખિલેશે નળ દેખાડીને કહ્યું કે, એક લેપટોપની કિંમત કરતાં નળની કિંમત વધુ નથી.

જ્યારે બીજી તરફ બંગ્લામાં તોડફોડ કરવાના મામલે અખિલેશે કહ્યું કે, તેમને બંગ્લો ખાલી કર્યો પછી સીએમ યોગના OCD અભિષેક અને IAS અધિકારી મૃત્યુંજય નારાયણ ત્યાં પહોંચ્યા હતા. હું એ પૂછીશ કે તેઓ ત્યાં કેમ ગયા હતા? તે જ લોકો ફોટો લઈને આવ્યા હતા. અખિલેશે કહ્યું કે, બંગ્લામાં વુડન ફ્લોરિંગની સાથે તમામ વસ્તુઓ જેમની તેમ છે. એક તૂટેલા ખૂણાનો ફોટો લઈ આવીને સમગ્ર બંગ્લો ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે.