મહાગઠબંધનને ધક્કો! SP-BSP કોંગ્રેસનો ખેલ પાડવાની તૈયારીમાં? - Sandesh
  • Home
  • Featured
  • મહાગઠબંધનને ધક્કો! SP-BSP કોંગ્રેસનો ખેલ પાડવાની તૈયારીમાં?

મહાગઠબંધનને ધક્કો! SP-BSP કોંગ્રેસનો ખેલ પાડવાની તૈયારીમાં?

 | 4:38 pm IST

10 સપ્ટેમ્બરે જ કોંગ્રેઅના નેતૃત્વમાં 15 થી પણ વધારે પાર્ટીઓ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને ડૉલરની સરખામણીને રૂપિયાની ઘટતી કિંમતોના મુદ્દે ભારત બંધનું આયોજન કર્યું. જેને દેશભરમાંથી મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો પણ મહત્વપૂર્ણ બાબત એ રહી કે ઉત્તર પ્રદેશની બે સૌથી મોટી પાર્ટીઓ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ કોંગ્રેસ અને બંધથી અંતર જાળવ્યું.

માયાવતીએ કોંગ્રેસને કોસી

બંધના આગલા જ દિવસે બસપા સુપ્રીમો માયાવતીએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારા તથા મોંઘવારી માટે કેન્દ્રની ભાજપ સરકારની સાથો સાથ કોંગ્રેસને જવાબદાર ઠેરવી. માયાવતીએ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો તથા મંઘવારી વિરૂદ્ધ થયેલા ભારત બંધની સ્થિતિ ઉભી થવા પાછળ કોંગ્રેસ અને ભાજપ બંને સરખી જવાબદાર છે. કોંગ્રેસે જ યૂપીએ-2ના શાસનકાળમાં પેટ્રોલને સરકારી નિયંત્રણથી મુક્ત કરાવવાનો નિર્ણય લીધો હતો અને ત્યાર બાદ કેન્દ્રની સત્તામાં આવેલી ભાજપ સરકાર પણ તે જ આર્થિક નીતિઓને આગળ વધારી રહી છે. એટલુ જ નહીં, ભાજપ તેનાથી એક પગલુ આગળ નિકળી અને ડીઝલને પણ સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરી દીધી, જેના કારણે ખેતી-ખેડૂતને વિપરીત અસર પહોંચી.

બસપાનો નવો પેંતરો

ઉત્તર પ્રદેશમાં ફૂલપુર, ગોરખપુર અને કૈરાના લોકસભાની પેટાચૂંટણીમાં સપા, બસપા, કોંગ્રેસ, રાલોદની વિરોધી એકજુથતાની સફળતા બાદ એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, 2019ની યૂપીમાં મહાગઠબંધન જોવા મળશે. પરંતુ બસપા સુપ્રીમો માયાવતીએ જે રીતે ભાજપની સાથે કોંગ્રેસને કોસી તેનાથી ખુદ કોંગ્રેસ જ હેરાન છે. માયાવતીએ તો પોતાની પ્રેસ-કોન્ફરન્સમા ભાજપ અને કોંગ્રેસ માટે એક જ થેલીના ચટ્ટાબટ્ટા જેવો શબ્દ પ્રયોગ પણ કર્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેઅ અને ભાજપ બંને બિગ ટિકીટ રિફોર્મ એટલે કે મોટા આર્થિક સુધારના નામે પૂંજીપતિઓ તથા ધન્નાશેઠોના સમર્થનમાં અને ગરીબો, ખેડૂતો અને જનવિરોધી નીતિઓ અને નિર્ણય પર લેવાના મામલે એક જ થેલીના ચટ્ટા બટ્ટા જ એવા છે.

માયાવતીના આ વલણથી કોંગ્રેસની અંદર પરણ બેચેની વધી ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તો ખુલીને વિરોધી મહાગઠબંધની પેરવી કરતા નજરે પડે છે પરંતુ સપા-બસપાની સ્કીમોમાં કોંગ્રેસ સંભવત: ફીટ નથી બેસતી.

સૂત્રોની વાત માનવામાં આવે તો ભારત બંધના આયોજન બાદ કોંગ્રેસમાંથી અંદરખાને અવાજ ઉઠી રહ્યો હતો કે, શું સપા-બસપા સુનિઓજીત રીતે મળીને કોંગ્રેસથી અંતર રાખી રહ્યાં છે?