નરેશ અગ્રવાલના ભાજપમાં જવાથી સપાને વધુ લાભ થશે : મુલાયમ સિંહ - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.9100 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • નરેશ અગ્રવાલના ભાજપમાં જવાથી સપાને વધુ લાભ થશે : મુલાયમ સિંહ

નરેશ અગ્રવાલના ભાજપમાં જવાથી સપાને વધુ લાભ થશે : મુલાયમ સિંહ

 | 4:01 pm IST

પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેનાર રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલ સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થવાની સાથે જ વિવાદને પણ સાથે જ લઈને આવ્યા છે. એસપી સંરક્ષક મુલાયમ સિંહ યાદવે નરેશ અગ્રવાલના પર પ્રથમ પ્રતિક્રિયા આપી છે. મુલાયમ સિંહ યાદવે કહ્યું કે, નરેશ અગ્રવાલના જવાથી સપાને ફાયદો થશે કોઈ નુકસાન થશે નહીં. નરેશ અગ્રવાલ મુલાયમ સિંહ યાદવના ભાઈ રામ ગોપાલ યાદવના નજીક હોવાનું માનવામાં આવતાં હતા અને તેમને રાજ્યસભાની ટિકીટ ન મળવાના કારણે સોમવારે સપા છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

નરેશ અગ્રવાલે પોતાની ભાજપમાં સામેલ થવાની પ્રથમ પત્રકાર પરિષદમાં સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને રામગોપાલ યાદવ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું હતું પરંતુ તેમ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં પક્ષની લોકપ્રિયતા ઓછી થઈ રહી છે. તેમણ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની પ્રશંસા કરી હતી અને કહ્યું કે, તેમના સમાજના લોકો પાર્ટીની સાથે મજબૂતીથી સહકાર આપશે.

અત્રે નોંધનીય છે કે, સોમવારના રોજ ભાજપમાં સામેલ થયા બાદ પોતાની પહેલી જ પત્રકાર પરિષદમાં અગ્રવાલે તેમની જગ્યાએ જયાને આપતા સપા પર નિશાન સાંધ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ તેમની તુલના ફિલ્મ અભિનેત્રી સાથે કરી છે ‘જે ફિલ્મોમાં નાચતી હતી’. જો કે તેના નિવેદનથી ત્યાં બેઠેલા ભાજપ નેતા અસહજ થઇ ગયા પાર્ટીએ તરત આ નિવેદનથી પોતાને અલગ કરી લીધા હતા.

અગ્રવાલે મંગળવારના રોજ જયા પર આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે મારા નિવેદનથી કોઇને કષ્ટ થયું છે તો મને તેનો ખેદ છે. મને સપાએ ટિકિટ આપવી યોગ્ય ના સમજ્યું અને જયાને ટિકિટ આપી. હું કોઇ વિવાદમાં નથી પડવા માંગતો અને ખેદ વ્યક્ત કરું છું. જો કે પત્રકારો દ્વારા વારંવાર માફી માંગવાના પ્રશ્ન પર પણ અગ્રવાલે પોતાના નિવેદન માટે માફી માંગી નહીં. તેમણે ઉલટાનું પૂછયું, ‘ખેદ શબ્દનો મતલબ સમજો છો તમે?’