Spa Girl Got Pregnant By Boyfriend in Morbi
  • Home
  • Featured
  • મોરબી: સ્પામાં કામ કરતી યુવતીને પેટમાં દુખાવો ઉપડ્યો, ડોક્ટર પાસે જતાં થયો ચોંકાવનારો ખુલાસો

મોરબી: સ્પામાં કામ કરતી યુવતીને પેટમાં દુખાવો ઉપડ્યો, ડોક્ટર પાસે જતાં થયો ચોંકાવનારો ખુલાસો

 | 2:46 am IST

રાજકોટ : મોરબીના સ્પામાં કામ કરતી યુવતીને પેટમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે તેણીની ગર્ભાવતી હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે તપાસ કરતા તેણી જ્યારે રાજસ્થાનના રીસોર્ટમાં કામ કરતી હતી ત્યારે પ્રેમી સાથે સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બનાવ રાજસ્થાનની હદમાં બન્યો હોય ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબીના સ્પામાં ચાર દિવસથી કામ કરવા આવેલી મૂળ મીઝોરમની યુવતીને પેટમાં દુઃખાવો ઉપડતા તેણીને પ્રાથમિક સારવાર મોરબીની હોસ્પિટલમાં અપાવી વધુ સારવાર માટે અત્રેની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની ગર્ભવતી હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું. તબીબોની તપાસમાં યુવતીને ગર્ભનો વિકાસ જ્યાં થવો જોઈ તેના બદલે બીજે થઈ રહ્યો હોવાનું જણાતા રાત્રીના જ ઓપરેશન કર્યું હતું. આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ ચોકીમાં ફરિયાદ એમએલસી રીપોર્ટ કરવામાં આવ્યો હતો. તેમજ આ અંગે મોરબી પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોરબીના પીએસઆઈ શુક્લા, ઈમ્તિયાઝભાઈ સહિતની ટીમ રાજકોટ દોડી આવી હતી. જ્યાં યુવતીનું નિવેદન નોંધ્યું હતુ. યુવતીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણીની આ પહેલા રાજસ્થાનના રીસોર્ટમાં કામ કરતી હતી. જ્યાં તેની સાથે બિહારી યુવાન કામ કરતો હોય બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં બંને એક સાથે જ રહેવા પણ લાગ્યા હતા. શરીરસંબંધ બાંધ્યા બાદ આ ગર્ભ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. જો કે બંને વચ્ચે સહમતીથી સંબંધ બંધાયો હોય આ અંગે કોઈ પણ ફરિયાદ નહીં હોવાનું જણાવ્યું છે. પોલીસે આ બનાવ રાજસ્થાનની હદમાં બન્યો હોય નિવેદન ત્યાં નોંધવા તજવીજ હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓઃ જૂનાગઢમાં કાર ચાલકને અનેક લોકોને લીધા અડફેટે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન