BeautSpa relaxes you but know its losses
  • Home
  • Fashion & Beauty
  • સ્પા કરાવો છો, પરંતુ જાણી લેજો તેનાથી થઇ શકે છે આ નુકસાન

સ્પા કરાવો છો, પરંતુ જાણી લેજો તેનાથી થઇ શકે છે આ નુકસાન

 | 1:07 pm IST

સુંદર દેખાવવા માટે તમે અનેક ઉપાયો કરો છે તો કેટલાક લોકો સુંદર દેખાવવા માટે બ્યુટી પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચ કરે છે. પરંતુ તેનાથી ઘણા બધા નુકસાન થાય છે આ વાત પણ તમે જાણતા જ હશો. પરંતુ તેનાથી આપણાને ઘણા નુકસાન થઇ શકે છે. ત્યારે આજકાલ સ્પાનું ચલન વધારે ચાલી રહ્યું છે પરંતુ આજે અમે તમને સ્પા કરવાથી થતા કેટલાક નુકસાન અંગે જણાવીશું.

શીત ચિકિત્સા

આ ટ્રીટમેન્ટને લેતા પહેલા સ્પા અંગે બરાબર જાણકારી મેળવી લેવી જોઇએ. કારણકે સ્પામાં થઇ રહેલી ટ્રીટમેન્ટની સારી અસરની કોઇ ગેરંટી હોતી નથી. આ ચેમ્બર્સમાં ક્યારેક-ક્યારેક ઓક્સીજનની પણ ઉણપ હોય શકતે છે. જેના કારણે તમારો જીવ પણ જઇ શકે છે.

બોડી રેપ

જ્યાં તમે બોડી રેપ કરવાના છો તે જગ્યા પર ધ્યાન રાખો કે આ ક્રિયામાં રેપને એકદમ ટાઇટ શરીર પર લપેટવામાં આવે છે. જેનાથી તમને ડિહાઇડ્રેશન પણ થઇ શકે છે. જેથી આ સ્પા ટ્રીટમેન્ટને લેતા પહેલા તમારા એટેન્ડેન્ટ કહી દો કે તમને ક્યરેય એકલા ન રાખે.

સ્કિન એલર્જી

આ પ્રકારની સ્ક્નિને એલર્જી ફ્રી બનાવવા માટે સ્કિન એલર્જી ટ્રીટમેન્ટસ લેવામાં આવે છે. જેથી આ ટ્રીટમેન્ટને લેતા પહેલા કોઇપણ પ્રકારના ફળ-ફૂલ કે તેલથી એલર્જી છે તો તેની જાણકારી સૌથી પેહલા સ્પા પ્રેક્ટીશર્નને આપો.

પ્રેગનેન્ટ મહિલા

પ્રેગનેન્ટ મહિલાઓઐએ સૂવામા સ્ટીમ રૂમ, હોટ ટબ અને કેટલાક અન્ય હીટથી જોડાયેલા ઉપકરણોનો ઉપયોગ કરવાથી દૂર રહેવું જોઇએ. પ્રેગનેન્ટ મહિલાઓને બ્લીચ, હેક રિમૂવર ક્રીમ અને ડેટોક્સ સ્ક્રબનો ઉપયોગ ન કરવો જોઇએ. કારણકે તેનાથી માતા અને બાળક બન્નેને તકલીફ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન