SpaceX flight puts all-civilian crew of 4 into Earth orbit for 3 days
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • એલન મસ્કની સ્પેસએક્સે રચ્યો ઇતિહાસ : 4 સિવિલિયન્સ 3 દિવસ અંતરિક્ષમાં રહેશે  

એલન મસ્કની સ્પેસએક્સે રચ્યો ઇતિહાસ : 4 સિવિલિયન્સ 3 દિવસ અંતરિક્ષમાં રહેશે  

 | 6:30 am IST
  • Share

અમેરિકાના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ ફાલ્કન-૯ રોકેટ અંતરિક્ષમાં જવા રવાના થયું

ચાર સિવિલિયન અંતરિક્ષયાત્રીઓ પૃથ્વીની સપાટીથી ૫૭૫ કિલોમીટરની ઊંચાઈ પર પૃથ્વીની પ્રરિક્રમા કરશે

જગવિખ્યાત ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના માલિક બિઝનેસમેન એલન મસ્કની માલિકીની એરોસ્પેસ કંપની સ્પેસએક્સે ચાર સિલિવિયન્સને અંતરિક્ષમાં મોકલીને ઈતિહાસ રચી દીધો છે. ભારતીય સમય પ્રમાણે ગુરુવારે સવારે લગભગ સાડા પાંચ કલાકે સ્પેસએક્સે તેના મહત્ત્વાકાંક્ષી ઇન્સ્પાઇરેશન-૪ મિશનને લોંચ કર્યું હતું. અમેરિકાના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી ચાર સિવિલિયન્સ સાથે સ્પેસએક્સનું ક્રૂ ડ્રેગન કેપ્સુલ ફાલ્કન-૯ રોકેટ અંતરિક્ષમાં જવા રવાના થયું હતું. આ મિશન હેઠળ ચાર સિવિલિયન અંતરિક્ષયાત્રીઓ પૃથ્વીની સપાટીથી ૫૭૫ કિલોમીટરની ઊંચાઇ પર ત્રણ દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે. આ મિશનની ખાસ બાબત એ છે કે ચાર અંતરિક્ષયાત્રીઓમાંથી કોઇ વ્યવસાયિક અંતરિક્ષયાત્રી નથી, ફક્ત શોખથી પ્રવાસ કરી રહ્યા છે. ૨૦૦૯ પછી પ્રથમવાર માનવી આટલી ઊંચાઇ પર રહેશે. નોંધનીય છે કે રોકેટ લોંચ થયાની ૧૨ મિનિટ બાદ ડ્રેગન કેપ્સ્યુલ તેનાથી અલગ થઇ ગઈ હતી જે હવે પૃથ્વીની કક્ષામાં ત્રણ દિવસ ચક્કર લગાવશે. આ ઐતિહાસિક પળને જોવા માટે અસંખ્ય લોકો ઊમટયા હતા.

અંતરિક્ષ પ્રવાસનો પૂરો ખર્ચ બિઝનેસમેન જેયર્ડ ઇસાકમેને ઉપાડયો

ઇન્સ્પાઇરેશન-૪ મિશન તરીકે ઓળખવામાં આવેલા આ અંતરિક્ષ પ્રવાસનો પૂરો ખર્ચ બિઝનેસમેન જેયર્ડ ઇસાકમેને ઉપાડયો છે. મિશનના કુલ ખર્ચની હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પણ માનવામાં આવે છે કે ઇસાકમેને સ્પેસએક્સને ખાસ્સી મોટી રકમ આપી છે. કદાચ મિશન પૂર્ણ થયા બાદ ઇસાકમેન ખર્ચની જાણકારી આપી શકે.

યાત્રીઓ અંતરિક્ષમાં ગિટાર વગાડશે

આ મિશન સેંટ જૂડ હોસ્પિટલ માટે ફંડ રેઝિંગ માટેનંુ છે. તેથી આ ચારે મિશન સભ્યો પોતાની સાથે ઘણી ચીજો લઇ ગયા છે જેની અંતરિક્ષમાંથી પરત ફર્યા બાદ નાણા એકત્ર કરવા નીલામી કરવામાં આવશે. આ ચીજોમાં હોસ્પિટલના લોગો સાથેના જેકેટ્સ, એક ચાર તાર વાળું ગિટાર કે જેને સેમ્બ્રોસ્કી સ્પેસમાં વગાડશે, સ્પેસક્રાફ્ટ મટિરિયલ્સથી બનેલી પેન, એક આર્ટવર્ક.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો