SpaceX launches first private flight with four people on Earth-circling trip
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સ્પેસટુરિઝમ શરૂ: એલન મસ્કની કંપની Space X એ ઇતિહાસ રચ્યો, સામાન્ય નાગરિકને મોકલ્યા અંતરિક્ષમાં

સ્પેસટુરિઝમ શરૂ: એલન મસ્કની કંપની Space X એ ઇતિહાસ રચ્યો, સામાન્ય નાગરિકને મોકલ્યા અંતરિક્ષમાં

 | 9:04 am IST
  • Share

અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસએક્સ એ આજે ​​ઈતિહાસ રચ્યો. તેમણે ભારતીય સમય મુજબ સવારે 5:33 વાગ્યે 4 સામાન્ય લોકોને અવકાશમાં મોકલ્યા. ફાલ્કન-9 રોકેટ ફ્લોરિડામાં આવેલા નાસાના કેનેડી સ્પેસ રિસર્ચ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લગભગ 12 મિનિટ બાદ ડ્રેગન કેપ્સ્યુલ રોકેટથી અલગ થઇ ગયું હતું. ખાસ વાત એ છે કે આ 4 પેસેન્જર્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પણ ઉપર દુનિયાની પરિક્રમા કરતાં અંતરિક્ષમાં ત્રણ દિવસ પસાર કરશે.

આ કેપ્સુલ 357 માઇલ એટલે કે અંદાજે 575 કિલોમીટરની ઉંચાઇ પર પૃથ્વીની કક્ષામાં ત્રણ દિવસ સુધી ચક્કર લગાવશે. 2009 બાદ પ્રથમ વખત માણસ આટલી ઉંચાઈએ પહોંચ્યો છે. મે 2009 માં વૈજ્ઞનિકો હબલ ટેલિસ્કોપને રિપેર કરવા માટે 541 કિમીની ઉંચાઈએ ગયા હતા. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) પર અવકાશયાત્રીઓ દ્વારા વારંવાર અવર-જવર કરતા હોય છે પરંતુ તેઓ 408 કિલોમીટરની ઉંચાઈ પર છે. આ મિશનને ઇનસ્પિરેશન 4 નામ આપવામાં આવ્યું છે.

મિશનનો હેતુ ચેરિટી

આ મિશનનો હેતુ અમેરિકાના ટેનેસીમાં સેન્ટ જૂડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલ માટે ભંડોળ એકત્રિત કરવાનું છે. મિશનનું નેતૃત્વ કરી રહેલા ઇસાકમેન તેનાથી 20 કરોડ ડોલર એકત્ર કરવા માંગે છે. તે પોતે આ રકમનો અડધો ભાગ આપશે. આ મિશન દ્વારા કેન્સરની જાગૃતિ પણ વધારવામાં આવશે. મિશનના સભ્યોને વિવિધ માનવીય મૂલ્યો આપવામાં આવ્યા છે. જેમ કે નેતૃત્વ, આશા, પ્રેરણા અને સમૃદ્ધિ. મિશનની એક સભ્ય સેન્ટ જૂડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલમાં ફિઝિશિયન આસિસ્ટન્ટ અને કેન્સર સર્વાઈવર પણ છે. આ હોસ્પિટલમાં જ તેમની કેન્સરની સારવાર થઇ હતી.

મિશનની ખાસિયત શું છે?

– પૃથ્વીની કક્ષામાં જનાર આ પ્રથમ નોન પ્રોફેશનલ એસ્ટ્રોનૉટ્સ ક્રૂ છે. આ મિશનના ચાર સભ્યો અગાઉ ક્યારેય અંતરિક્ષમાં ગયા નથી. ચારેય સામાન્ય લોકો છે.
– અગાઉ બ્લુ ઓરિજિન અને વર્જિન સ્પેસ શિપ એ પણ ઉડાન ભરી પ્રાઇવેટ સ્પેસ ટુરિઝમની શરૂઆત કરી હતી, પરંતુ આ બંને સ્પેસક્રાફ્ટ એઝ ઓફ સ્પેસ સુધી જ ગયા હતા. બીજી બાજુ ઇસાકમેનનું સ્પેસક્રાફ્ટ પૃથ્વીની કક્ષામાં ફરશે. અંતરની દ્રષ્ટિએ તે અગાઉના બંને સ્પેસક્રાફ્ટ કરતા લગભગ 475 કિલોમીટર વધુ દૂર જશે.
– બ્લુ ઓરિજિન અને વર્જિન સ્પેસ શિપનું મિશન માત્ર થોડી મિનિટોનું હતું. તેઓ અવકાશમાં ગયા અને થોડીવાર પછી પૃથ્વી પર પાછા ફર્યા, પરંતુ આ મિશન ત્રણ દિવસનું છે.
– આ સ્પેસક્રાફ્ટમાં બે ટ્રેન્ડ પાઇલટ છે પરંતુ સ્પેસક્રાફ્ટને ઓપરેટ કરવામાં તેમનો કોઇ રોલ નથી. બે પાયલોટ વર્જિન સ્પેસ શિપનું સંચાલન કરી રહ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો