11 વર્ષની બાળકીએ જ બાળક અવતર્યો, ગર્ભ વિષે જાણી ચોંકી ઉઠશો - Sandesh
  • Home
  • World
  • 11 વર્ષની બાળકીએ જ બાળક અવતર્યો, ગર્ભ વિષે જાણી ચોંકી ઉઠશો

11 વર્ષની બાળકીએ જ બાળક અવતર્યો, ગર્ભ વિષે જાણી ચોંકી ઉઠશો

 | 8:58 pm IST

હળાહળ કળીયુગ જાણે તેના આગમનના એંધાણ પુરતો હોત તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. હવે માત્ર 11 વર્ષની બાળકીએ શિશુને જન્મ આપ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ 11 વર્ષની બાળકી તેના 14 વર્ષના સગા ભાઈથી જ ગર્ભવતી બની હતી. પેટમાં દુખાવાની ફરિયાદ બાદ માતાપિતાએ તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં તેને બાળકને જન્મ આપ્યો હતો.

ઘટના સ્પેનની છે. દક્ષિણ પૂર્વી સ્પેનના મ્યૂરિકા શહેરમાં ઘટેલી ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, પોતાના જ 14 વર્ષના ભાઈ સાથે શારીરીક સંબંધો બાંધવાના કારણે બાળકી ગર્ભવતી બની હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી કિશોર પર કોઈ કેસ ચાલશે નહીં. કારણ કે બાળકી જ્યારે ગર્ભવતી થઈ તે સમયે તેની ઉંમર માત્ર 13 વર્ષની હતી અને સ્પેનના કાયદા પ્રમાણે આટલી ઉંમરના બાળક પર ગુનાહીત કેસ ચલાવવામાં નથી આવતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાળકી અને તેના બાળક બંને સ્વાસ્થ્ય છે. બાળકીના પરિજનોનું કહેવું છે કે, તમને આ પ્રેગ્નેન્સીને લઈને કોઈ જ જાણકારી ન હતી. પેટમાં દુખાવાની ફરિયાદ કર્યા બાદ બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરિજનોનું કહેવું છે કે, બાળકીને આંતરડામાં તકલીફ હોવાની અમને શંકા હતી. બાળકની પિતાની ચોક્કસાઈ કરવા માટે બાળકનો DNA ટેસ્ટ પણ કરાવવામાં આવશે.