ટ્રેનમાં થઈ વિચિત્ર ચોરી,અડધી રાત્રે ત્રણ લોકોએ પુરુષનું સ્પર્મ લૂંટયું - Sandesh
  • Home
  • India
  • ટ્રેનમાં થઈ વિચિત્ર ચોરી,અડધી રાત્રે ત્રણ લોકોએ પુરુષનું સ્પર્મ લૂંટયું

ટ્રેનમાં થઈ વિચિત્ર ચોરી,અડધી રાત્રે ત્રણ લોકોએ પુરુષનું સ્પર્મ લૂંટયું

 | 11:57 pm IST

વિશાખાપટ્ટનમ ખાતે એક વ્યક્તિ સાથે વિચિત્ર ઘટના બની હતી જેણે નવા જ પ્રકારના ગુનાની વાત છતી કરી છે. આ વ્યક્તિ ટ્રેનમાં સવાર થતી હતી ત્યારે તેની પાસેથી ત્રણ લોકો તેનું સ્પર્મ લૂંટી ગયા હતા. આ ઘટના બહાર આવતાં પોલીસ અને રેલવે તંત્ર આશ્રર્યમાં મુકાઈ ગયું હતું. તે ઉપરાંત પોલીસ આવા વિચિત્ર કેસમાં ગુનેગારોને શોધવા મથી રહી છે. પીડિત વ્યક્તિએ તેના મોઢે જણાવી તેની આપવીતી આ પ્રમાણે છે…

હું બીજી ઓગસ્ટે વિશાખાપટ્ટનમથી પટના આવવા એર્નાકુલમ એક્સ્પ્રેસમાં સાંજે 7:15 કલાકે એસ૬-49 પર બેઠો હતો. રાત્રે 12 વાગ્યાની આસપાસ ત્રણ લોકો આવ્યા. પહેલી વ્યક્તિ બર્થ નંબર 55 ઉપર જ્યારે બીજી વ્યક્તિ બર્થ નંબર 54 ઉપર અને ત્રીજી વ્યક્તિ 49 અને ૫૨ની વચ્ચેની બર્થ પર સૂઈ ગયો. મારા કમ્પાર્ટમેન્ટમાં બધા જ ઊંઘતા હતા પણ મને ઊંઘ આવતી નહોતી. હું મોબાઈલ પર ગીતો સાંભળતો હતો. આ દરમિયાન નીચે સૂતેલી વ્યક્તિ મારા પેન્ટની ઝીપ ખોલવા લાગી. મેં તેનો વિરોધ કર્યો તો મારી સામેની બર્થમાં રહેલી

વ્યક્તિએ મને ગન બતાવી. હું ચૂપ થઈ ગયો. પેલી વ્યક્તિએ ચેન ખોલીને મુખ મૈથુન કરવાનું શરૃ કરી દીધું. થોડીવારમાં તેણે મારું વીર્ય નીકળવા લાગતા તેને પ્લાસ્ટિકના એક ડબ્બામાં ભરી લીધું. તેઓ તરત જ ભાગી ગયા. હું આ ઘટનાથી સખત આઘાતમાં આવી ગયો હતો. મેં આસપાસના લોકોને જગાડીને વાત કરી તો તેઓ શોધ કરવા લાગ્યા પણ કોઈ મળ્યું નહીં.

પોલીસ અને તંત્ર દ્વારા આ મુદ્દે સઘન તપાસ થવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન