બોલો, રાજ્ય સરકારની સમસ્યા અંગે કેન્દ્ર સરકારનાં મંત્રી સમક્ષ રજૂઆત - Sandesh
  • Home
  • Bhuj
  • બોલો, રાજ્ય સરકારની સમસ્યા અંગે કેન્દ્ર સરકારનાં મંત્રી સમક્ષ રજૂઆત

બોલો, રાજ્ય સરકારની સમસ્યા અંગે કેન્દ્ર સરકારનાં મંત્રી સમક્ષ રજૂઆત

 | 2:00 am IST

સંકુલનાં વિવિધ પ્રશ્નો, ખાસ કરીને લાંબા સમયથી વિલંબિત લીઝ હોલ્ડ ટુ ફ્રી હોલ્ડનાં મામલામાં અવાર-નવાર ચીપિયો પછાડી ચૂકેલી સંકુલની વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફરી એક રજૂઆત કરવામાં આવી છે, જેમાં આૃર્યજનક રીતે જે અન્ય પ્રશ્નોની સાથે સાથે જે મહત્ત્વપૂર્ણ મામલો રાજ્ય સરકારનો છે તેનાં માટે ચેમ્બરે કેન્દ્રનાં રાજ્ય કક્ષાનાં મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. ચેમ્બરની અખબારી યાદીમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ફ્રી હોલ્ડની સમગ્ર પ્રક્રિયા દીનદયાળ પોર્ટ દ્વારા સંપન્ન કર્યા પછી દસ્તાવેજો અને રજિસ્ટ્રેશનનાં મામલામાં અટકેલી છે. કારણ કે, રાજ્ય સરકાર દ્વારા મહેસૂલી દફતરની જે પ્રક્રિયા કરવી જોઈએ તે કરવામાં આવી નથી. આમ, રાજ્ય સરકારનાં મામલાને ચેમ્બરે કેન્દ્રનાં મંત્રી સમક્ષ ઉઠાવ્યો હતો.

ગાંધીધામ ચેમ્બરની યાદીમાં જણાવ્યા પ્રમાણે, ફ્રી હોલ્ડ જમીન તથા ટ્રાન્સફર ફીનાં મામલે ચેમ્બર દ્વારા અવાર-નવાર રજૂઆત કરવામાં આવી છે, જેમાં ધ્યાનમાં આવ્યું છે કે, રર હજાર ફ્રી હોલ્ડને લગતા કેસનું ભાવિ આમાં સંકળાયેલું છે. લીઝમાંથી ફ્રી હોલ્ડ કરવાની સ્કીમ ચાલુ છે, જેમાં ડીપીટી અંતર્ગત આવતી પ્રક્રિયા તો સંપન્ન કરવામાં આવી ગઈ છે. પરંતુ ત્યારબાદ દસ્તાવેજોનાં રજિસ્ટ્રેશન વગેરેમાં અવઢવની સ્થિતિ ઊભી થઈ છે. ચેમ્બરે યાદીમાં ખુદ કબૂલ્યું છે કે, મુખ્યત્વે આ જમીનો ગુજરાત સરકારનાં મહેસૂલી દફતરે ન હોવાને લીધે આ સમસ્યા ઊભી થઈ છે. ચેમ્બર દ્વારા આપવામાં આવેલી યાદીમાં સ્પષ્ટ જણાવાયું છે કે, અવઢવવાળી સ્થિતિ ગુજરાત સરકારનાં કારણે છે. તો પ્રશ્ન એ થાય કે, જો ખબર છે કે મામલો રાજ્ય સરકારનો છે તો રજૂઆત કેન્દ્રનાં મંત્રી સમક્ષ શા માટે કરવામાં આવે છે ? તે ન સમજાય તેવી વાત છે. જોકે, દસ્તાવેજીકરણની વાતની સાથે સાથે ચેમ્બરે કેન્દ્રનાં સ્પર્શતા તોતિંગ ટ્રાન્સફર ફીનાં મામલે પણ રજૂઆત કરી હતી તેવું યાદીમાં જણાવાયું છે. શિપિગ સેક્રેટરી જ્યારે ગાંધીધામ આવ્યા હતા ત્યારે પણ ચેમ્બરે આ મામલે રજૂઆત કરી હતી અને ત્યારબાદ તેમણે દિલ્હીમાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય શિપિંગ મંત્રીને આ અંગે આવેદનપત્ર આપ્યું હતું.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન