વેલેન્ટાઈન ડે સ્પેશિયલઃ નાનકડા બિઝનેસે આમને બનાવ્યા વેલેન્ટાઈન - Sandesh
  • Home
  • Business
  • વેલેન્ટાઈન ડે સ્પેશિયલઃ નાનકડા બિઝનેસે આમને બનાવ્યા વેલેન્ટાઈન

વેલેન્ટાઈન ડે સ્પેશિયલઃ નાનકડા બિઝનેસે આમને બનાવ્યા વેલેન્ટાઈન

 | 2:15 pm IST

વેલેન્ટાઈન ડે 14 ફેબ્રુઆરી છે, આ પ્રસંગને આપણે બિઝનેસ ટચ આપવાનો પ્રયાસ કરીશું. બીજો શબ્દોમાં કહીએ તો બિઝનેસમાં કેટલીક એવી હસ્તીઓ છે કે જેઓ વેપાર-ધંધાની સાથે તેમના પોતાના વ્યક્તિત્વ અને દેખાવને લીધે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

વેપારમાં કાઠું કાઢનાર અને વેનેન્ટાઈન ડે પ્રસંગે અચૂક યાદ આવે તેવી આ યુવતી નેપાળની શાકવાળી તરીકે જાણીતી છે. ફોટોગ્રાફર રુપચંદે નેપાળના બજારમાં શાક વેચતી આ યુવતીની તસવીર ક્લિક કરી હતી.

પાકિસ્તાનમાં ચાની કિટલીએ નોકરી કરતા અરશદખાનના ફોટા વિશ્વભરમાં ધૂમ મચાવી રહ્યા છે. આ ફોટા વાયરલ થયા પછી અરશદને મોડલિંગના કોન્ટ્રાક્ટ મળવાની શરૂઆત થઈ  છે.

સોશિયલ મીડિયા પર રાતોરાત કામણ પાથરનાર ચીનની મિર્ચી ગર્લ છવાઈ ગઈ છે. તેના ફોટા જોઈ લોકો કહેવા લાગ્યા કે તે બધી જ સુંદર મોડલોને પણ ટક્કર આપી શકે છે.

આ જ રીતે ઢીંચેક પૂજા પ્રથમ તેના કંઠના વિષેશ અંદાજને લીધે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ અને છેક બિગ બોસ સુધી પહોંચી ગઈ છે.

શ્રીનગરમાં રહેતી સાયમા શાહરુખખાનની એક ગ્રુપ સેલ્ફીમાં પ્રથમવાર દેખાઈ હતી. શાહરુખે આ તસવીર શેર કરતાં જ બધાનું ધ્યાન સાયમા તરફે ખેંચાયું હતું. હવે સાયમા સોશિયલ મીડિયા પર ખુબ જ છવાઈ ગઈ છે.

સિંગાપુરના ચાંગી એરપોર્ટના સિક્યોરિટી ઓફિસર તરીકે લી મિનવેડની નિર્દોષ આંખો અને સ્મિતે લોકોને ભારે દિવાના કર્યા છે.

સોશિયલ મીડિયા પર મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર પણ વેલેન્ટાઈન ડે અગાઉથી જ છવાઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન