special care of common man's health in budget atmanirbhar-health-scheme
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • બજેટમાં સામાન્ય વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને મોટી જાહેરાત, રાખવામાં આવશે આ વાતોનું ધ્યાન

બજેટમાં સામાન્ય વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને મોટી જાહેરાત, રાખવામાં આવશે આ વાતોનું ધ્યાન

 | 12:24 pm IST
  • Share

કોરોના કાળમાં આ વાતની આશા કરવામાં આવી રહી હતી કે હેલ્થ સેક્ટરને મોદી સરકાર તરફથી કઇકને કઇક ખાસ મળશે, મોદી સરકારે કોરોનાને જોતા સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે બજેટમાં વધારો કર્યો છે અને એક ખાસ સ્કિમ પણ ચલાવવામાં આવી છે. મોદી સરકારે બજેટ દ્વારા આત્મનિર્ભર સ્વાસ્થ્ય યોજનાની ભેટ દેશના લોકોને આપી. સ્વાસ્થ્ય બજેટમાં 135 ટકાનો વધારો થયો છે અને તેને 94 હજારથી 2.38 લાખ કરોડ કરવામાં આવી છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારે આવતા 6 વર્ષમાં આશરે 61 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. તેમણે જણાવ્યું કે તે હેઠળ પ્રાઇમરી લેવલથી લઇને ઉચ્ચ સ્તર સુધીની સ્વાસ્થ્ય સેવાઓ પર ખર્ચ કરવામાં આવશે. નવી બીમારીઓ પર પણ ફોકસ હશે. જે નેશનલ હેલ્થ મિશનથી અલગ હશે.

બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે 75 હજાર ગ્રામી હેલ્થ સેન્ટર ખોલવામાં આવશે. દરેક જિલ્લામા તપાસ કેન્દ્ર, 602 જિલ્લામાં ક્રિટિકલ કેર હોસ્પિટલ ખુલશે, નેશનલ સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલ, ઇંટિગ્રેટેડ હેલ્થ ઇંફો પોર્ટલને વધુ મજબૂત કરવામાં આવશે. 17 નવા પબ્લિક હેલ્થ યુનિટને પણ ચાલું કરવામાં આવશે.

સરકારે નેશનલ ઇન્સ્ટીટ્યૂશ ઓફ વર્લ્ડ હેલ્થ બનાવવાની પણ જાહેરાત કરી છે. એટલું જ નહીં 9 બાયો લેબ પણ બનાવવામાં આવશે કોરોનાને ધ્યાનમાં રાખતા ચાર ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી પણ બનાવવાના મહત્વના પગલા લીધા છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે પણ આ જાહેરાત કરી છે કે ન્યૂટિશન પર ધ્યાન રાખવામાં આવશે અને જળ જીવન મિશન (અર્બન) લોન્ચ કરવામાં આવશે. 500 અમૃત શહેરોમાં સેનિટાઇજેશન પર કામ થશે. સ્વચ્છતા માટે આશરે 2 લાખ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. શહેરી સ્વચ્છ ભારત મિશન 2.0 પર આગામી 5 વર્ષમાં એક લાખ 41 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. બે હજાર કરોડ રૂપિયાનો ખર્ચ સ્વચ્છ હવા માટે કરવામાં આવશે.

આ પણ જુઓ  :બજેટ 2021ને ઉત્તરપ્રદેશના CM યોગીએ આવકાર્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન