વિજય માલ્યાને સ્પેશ્યલ કોર્ટે આપી રાહત, હાલામાં આર્થિક ભાગેડૂ નહી - Sandesh
  • Home
  • Business
  • વિજય માલ્યાને સ્પેશ્યલ કોર્ટે આપી રાહત, હાલામાં આર્થિક ભાગેડૂ નહી

વિજય માલ્યાને સ્પેશ્યલ કોર્ટે આપી રાહત, હાલામાં આર્થિક ભાગેડૂ નહી

 | 5:40 pm IST

લિંકર વેપારી વિજય માલ્યાને મુંબઇની એક સ્પેશ્યલ કોર્ટથી રાહત મળી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વિરુદ્ધ દાખલ કરેલી અરજીનો જવાબ આપવા કોર્ટે માલ્યાને વધુ ત્રણ અઠવાડિયાનો સમય આપ્યા છે. ઇડીની અરજી નાણાંકીય ભાગેડુ તરીકે માલ્યાને જાહેર કરવાના સંબંધમાં છે. માલ્યાએ કોર્ટને જવાબ આપવા માટે થોડો સમય માંગ્યો હતો.

માલ્યાને તેનો જવાબ આપવા માટે 24 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેના પછી આગળની સૂનાવણી પર નિર્ણય થશે. તમને જણાવી દઇએ કે, 27 ઓગસ્ટે સૂનાવણી દરમિયાન 3 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. આ પહેલા કોર્ટે 30 જૂને માલ્યાને સમક્ષ હાજર રહેવા પણ કહેવામાં આવ્યું હતું.

કિંગફિશરના માલિક વિજય માલ્યા પર ભારે દેવું હોવાનો આરોપ છે તેઓ ઘણી બેન્કો પાસેથી લગભગ 9990 કરોડ રૂપિયાની લોન લઇ ફરાર છે. હાલમાં માલ્યા લંડનમાં છે અને ત્યા તેમની વિરૂદ્ધ ભારત પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. માલ્યા પર તે કેસ ભારત સરકાર તરફથી સીબીઆઇ અને ઇડીએ કર્યો છે.

આર્થિક ભાગેડૂ કોણ?
નવા અધિનિયમ અંતર્ગત જેને આર્થિક ભાગેડૂ ઘોષિત કરવામાં આવે છે, તેની સંપત્તિ તરત જ જપ્ત કરી લેવામાં આવે છે. નાણાકીય ભાગેડુ એ છે કે જેની સામે પ્રતિબંધિત ગુના માટે ધરપકડનો વોરંટ જારી કરવામાં આવ્યો છે. સાથે જ એવો વ્યક્તિ જે ભારતથી ભાગી ચૂક્યો છે, જેથી તે આપરાધિક કાર્યવાહીથી બચી શકે અથા વિદેશમાં હોઇ અને આ પ્રકારની કાર્યવાહીથી બચટવા માટે ભારત પરત આવવાથી ઇન્કાર કરતો હોય. આ અધ્યાદેશ અંતર્ગત 100 કરોડ રૂપિયાથી વધારે છેતરપિંડી, ચેક બાઉન્સ અને લોન ડિફોલ્ટના મામલા આવતા હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન