NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ગોળ છે ઉત્તમ ઔષધિ, આ રીતે દૂર કરે છે વાળ અને ત્વચાની સમસ્યાઓ

ગોળ છે ઉત્તમ ઔષધિ, આ રીતે દૂર કરે છે વાળ અને ત્વચાની સમસ્યાઓ

 | 5:50 pm IST

મોટાભાગના ઘરમાં રસોઈમાં ગોળનો ઉપયોગ થતો હોય છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે, ભોજનની મીઠાશ વધારતો આ ગોળ તમારી ત્વચા અને વાળની સુંદરતા પણ વધારી શકે છે. જી હાં ગોળનો ઉપયોગ ખાસ ફેસપેક બનાવીને કરવામાં આવે તો ખીલ, કરચલીઓ બધું જ દૂર થઈ શકે છે. આ ઉપરાંત વાળને પણ રેશમ જેવા કરવામાં ગોળનો ઉપયોગ આ રીતે કરી શકાય છે.

રેશમી વાળ માટે
જો તમે તમારા વાળને લાંબા અને ખૂબસૂરત રાખવા ઈચ્છતા હોવ તો 1 ચમચી વાટેલો ગોળ, મુલતાની માટી અને એમાં પાણી મિક્સ કરી વાળમાં લગાવો. 10-15 મિનિટ પછી હૂંફાળા પાણીથી ધોઈ લો. આમ, જો તમે આ પેક અઠવાડિયામાં એકવાર લગાવશો તો ચોક્કસ તમે તમારા વાળમાં પરિવર્તન જોઇ શકશો.

ચહેરા પર ગ્લો લાવવા
ચહેરા પર ગ્લો લાવવા માટે 2 ચમચી વાટેલો ગોળ, 2 ચમચી મધ અને અડધા કાપેલા લીંબૂનો રસ મિક્સ કરી તમારા ચહેરા અને ગરદન પર રોજ લગાવો. 5 થી 10 મિનિટ તેને રાખીને હૂંફાળા પાણીથી ધોઈ લો. ચોક્કસ તમને બે અઠવાડિયામાં તમારા ચહેરા પર ગ્લો જોવા મળશે.

ખીલ કાયમી છૂટકારા માટે
જો તમે ખીલથી છૂટકારો મેળવવા ઇચ્છતા હોવ તો દરરોજ 1 ગોળના ટુકડો ખાઓ. એનાથી ધીમે-ધીમે પિંપલ્સ ચહેરા પરથી દૂર થતા જશે.

કરચલીઓ દૂર કરવા
1 ચમચી ઠંડી બ્લેક ટી, થોડી હળદર, 1 ચમચી વાટેલો ગોળ અને ગુલાબ જળ મિક્સ કરી ચહેરા પર લગાવો. ત્યારબાદ 15 મિનિટ પછી હૂંફાળા પાણીથી ધોઈ લો. આમ, આ પ્રોસેસ તમે અઠવાડિયામાં 2 વાર કરશો તો તમારી કરચલીઓ દૂર થઇ જશે.