નવા વર્ષે વારાણસીમાં ખાસ ગંગા આરતી જોવા ઉમટ્યા લોકો, સિદ્ધીવિનાયક મંદિરમાં ખાસ પૂજા કરાઈ - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • નવા વર્ષે વારાણસીમાં ખાસ ગંગા આરતી જોવા ઉમટ્યા લોકો, સિદ્ધીવિનાયક મંદિરમાં ખાસ પૂજા કરાઈ

નવા વર્ષે વારાણસીમાં ખાસ ગંગા આરતી જોવા ઉમટ્યા લોકો, સિદ્ધીવિનાયક મંદિરમાં ખાસ પૂજા કરાઈ

 | 9:05 am IST

નવા વર્ષનું સ્વાગત આખા દેશે કર્યું છે. આ પ્રસંગે વારાણસીના ઘાટ પર ગંગા આરતીનું વિશેષ આયોજન કરાયું હતું. આ આરતી જોવા માટે દેશવિદેશથી મુસાફરો અને શ્રદ્ધાળુઓ આવ્યા હતા. તો આરતી બાદ બધાએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. તો બીજી તરફ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી તથા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.

તો બીજી તરફ મુંબઈના સિદ્ધીવિનાયક મંદિરમાં સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી. નવા વર્ષના પહેલા દિવસે ખાસ આરતી કરાઈ હતી. બધા પરિવારજનો સાથે બાપ્પાના આર્શીવાદ લેવા પહોંચ્યા હતા.

તો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલ મહાકાલ મંદિરમાં પણ ખાસ ભસ્મ આરતી કરાઈ હતી. આમ આરતી કરીને ભારતીય પરંપરા મુજબ નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતમાં પણ ઠેરઠેર પાર્ટીઓનું આયોજન કરાયું હતું. જેમાં યુવાઓનો થનગનાટ જોવા મળ્યો હતો.

જેસલમેરના મરુસ્થલમાં નવા વર્ષનો જશ્ન મનાવવા હજારો લોકો ઉમટ્યા હતા. સિડની હાર્બર બ્રિજ અને સિડની ઓપેરા હાઉસ ખાતે સેલિબ્રેશન દરમિયાન આતશબાજીથી આકાશ ઝળહળી ઊઠ્યું હતું. વર્ષ 2018ના સ્વાગત માટે સિંગાપોરમાં પણ ભવ્ય આતશબાજી થઇ.