#HowdyModi - Special Gesture, Tweets PM on Trump Joining Him at Event In Houston
  • Home
  • Featured
  • વિશ્વનાં સૌથી પ્રતિષ્ઠિત દેશમાં મોદીના નામની મોટી રેલી, ટ્રમ્પ સાથે આખું અમેરિકા જોતું રહેશે

વિશ્વનાં સૌથી પ્રતિષ્ઠિત દેશમાં મોદીના નામની મોટી રેલી, ટ્રમ્પ સાથે આખું અમેરિકા જોતું રહેશે

 | 10:59 am IST

અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં 22મી સપ્ટેમ્બરના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘હાઉડી મોદી’ રેલીને સંબોધિત કરી રહ્યા હશે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે હશે. જી હા વ્હાઇટ હઉસે રવિવારના રોજ મોડી રાત્રે આ વાતની પુષ્ટિ કરી દીધી છે. આ કાર્યક્રમ ઐતિહાસિક હશે કારણ કે ઇતિહાસમાં પહેલી વખત છે જ્યારે ભારતીય સમુદાયના 50000થી વધુ લોકોને દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશોના નેતા એક સાથે સંબોધિત કરશે. બીજીબાજુ મોદી અને ટ્રમ્પની આ જુગલબંધી પાડોશી દેશ પાકિસ્તાન માટે એક ઝાટકાથી કમ નથી, જે કાશ્મીરને લઇ અમેરિકન રાષ્ટ્રપતિને મધ્યસ્થતાનું રટણ કરવામાં લાગ્યું છે.

હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં યોજાનાર આ મેગા ઇવેન્ટમાં 50000થી વધુ ઇન્ડો-અમેરિકન લોકો આવે તેવી સંભાવના છે. આટલા રજીસ્ટ્રેશન અત્યાર સુધી થઇ ચૂકયા છે. તેના સંબંધમાં વ્હાઇટ હાઉસના મીડિયા સચિવ સ્ટેફિનીએ નિવેદન રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે મોદી અને ટ્રમ્પની આ જોઇન્ટ રેલી ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવાની અગત્યની તક હશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે પીએમ ઓફિસની તરફથી તેના માટે આમંત્રણ આવ્યું હતું.

મોદી એ કહ્યું ખાસ દોસ્તીનો સંકેત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ સવારે ટ્વીટ કરીને અમેરિકન રાષ્ટ્રપતિના 22મી સપ્ટેમ્બરના કાર્યક્રમમાં સામેલ થવાને લઇ પ્રસન્નતા વ્યક્ત કરી. તેમણે લખ્યું અમેરિકાના રાષ્ટ્રપતિનો આ નિર્ણય ભારત અને અમેરિકાની વચ્ચે ખાસ દોસ્તીનો સંકેત છે. પીએમ એ ટ્વીટમાં કહ્યું કે હ્યુસ્ટનમાં મારી સાથે અમેરિકન રાષ્ટ્રપતિની હાજરી હોવી અમેરિકન સમાજ અને અર્થતંત્રમાં ભારતીય સમુદાયના યોગદાનને માન્યતા આપે છે. તેમણે કહ્યું કે 22મીના રોજ હ્યુસ્ટનમાં આયોજીત કોમ્યુનિટી પ્રોગ્રામમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ હશે, તેનાથી વધુ ખુશ છું. તેમણે આગળ કહ્યું કે ભારતીય સમુદાયના કાર્યક્રમમાં સામેલ થવા માટે ખૂબ ઉત્સાહિત છું.

અમેરિકામાં પીએમ મોદીની ત્રીજી મોટી ઇવેન્ટ

2014મા પીએમ બન્યા બાદ હ્યુસ્ટન ઇવેન્ટ ભારતીય-અમેરિકનોને સંબોધિત કરવાનો પીએમ મોદીનો ત્રીજો સૌથી મોટો કાર્યક્રમ હશે. મેમાં ફરીથી ચૂંટણી જીત્યા બાદ અમેરિકામાં આ પ્રકારની પીએમની પહેલી રેલી છે. આની પહેલાં 2014મા ન્યૂયોર્કના મેડિસન સ્કવેરમાં બે કાર્યક્રમ આયોજીત કરાયા હતા જ્યારે 2016મા સિલિકોન વેલીમાં કાર્યક્રમ આયોજીત કરાયો હતો. બંને ઇવેન્ટમાં 20000થી વધુ લોકો સામેલ થયા હતા.

એવું પહેલી વખત બનશે કે યુએસમાં કોઇ અમેરિકન રાષ્ટ્રપતિ એકસાથે હજારો ઇન્ડો-અમેરિકન નાગરિકોને સંબોધિત કરશે. યુએસમાં ભારતીય રાજદૂત હર્ષવર્ધને આ ઇવેન્ટને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવી છે. આપને જણાવી દઇએ કે ‘હાઉડી’ શબ્દ અંગ્રેજીના ‘How Do Yoy Do’નું શૉર્ટ ફોર્મ છે. સાઉથ વેસ્ટ યુએસમાં આ શબ્દ ખૂબ જ પ્રચલિત છે.

નિમંત્રણ મળતા જ ટ્રમ્પે પાડી હા

ટ્રમ્પ અને મોદીની વચ્ચે કેમિસ્ટ્રી કમાલની છે. અધિકારી બતાવે છે કે નિમંત્રણ મળ્યા બાદ તરત જ ટ્રમ્પે તેના માટે હા પાડી દીધી હતી. આ બંનેની વચ્ચે આ વર્ષેની ત્રીજી મીટિંગ હશે. મોદી અને ટ્રમ્પની ગયા મહિને જ ફ્રાન્સમાં જી-7 સમિટ દરમ્યાન મળ્યા હતા. ભારત જી-7નો હિસ્સો નથી પરંતુ મોદીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રોં એ ખાસ અતિથિ તરીકે બોલાવ્યા હતા.

આ વીડિયો પણ જુઓ – આજથી લાગુ થયેલા નવા ટ્રાફિક નિયમો તોડી રહ્યા છે લોકો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન