આજની દુનિયા સ્માર્ટફોન્સ અને ઇન્ટરનેટની દુનિયા છે. આજે લગભગ દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે અને એમાંથી મોટાભાગના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જોકે સાયબરક્રાઇમના સમયગાળામાં મોબાઇલ અને લેપટોની સુરક્ષા પર ધ્યાન રાખવાનું બહુ જરૂરી છે. આ માટે જરૂરી છે કે તમે મોબાઇલ અને લેપટોપમાં એન્ટી વાઇરસનો જરૂર ઉપયોગ કરો. આજકાલ લોકો પોતાના સ્માર્ટફોન્સમાં ઇન્ટરનેટ માટે વાઇફાઇ અને હોટસ્પોટનો મોટાપાયે ઉપયોગ કરે છે. આના ઉપયોગથી મોબાઇલમાં વાઇરસની સમસ્યા વધી જાય છે. જોકે આનાથી બચવા માટે માર્કેટમાં એવી અનેક એપ ઉપલબ્ધ છે જે તમારા મોબાઇલનું રક્ષણ કરી શકે છે.

Wifi Kill Refrence : આ એક બહુ ઉપયોગી એપ છે. આ એપ બીજા વાઇફાઇ હોટસ્પોટ સાથે ફોનને જોડાતા અટકાવે છે. જ્યારે તમે કોઈ પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા હો તો એ એની સ્પિડ વધારવાનો વિકલ્પ પણ આપે છે. ગૂગલ પ્લેસ્ટોરમાં આ એપ Wifi Kill Refrence નામની ઉપલબ્ધ છે. આ એપ પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતી વખતે કોઈને પણ ડેટાની ચોરી કરતા અટકાવે છે.

Wifi Inspector : આ એપનો ઉપયોગ કરીને એ વાતની જાણકારી મેળવી શકાય છે કે તેમના વાઇફાઇ રાઉટર તેમજ હોટસ્પોટ સાથે કેટલા લોકોએ પોતાનું ડિવાઇસ કનેક્ટ કરી રાખ્યું છે. આ સાથે જ ડિવાઇસના નામ તેમજ મેક એડ્રેસ પણ એમાં જોવા મળશે. 4.3 રેટિંગવાળી આ એપ ફ્રીમાં ઉપલબ્ધ છે. આ એપ એન્ડ્રોઇડ 2.3 જિંજરબ્રેડ ઓપરેટિંગ સિસ્ટમ કે એનાથી ઉપરના વર્ઝન પર કામ કરે છે તે ગૂગલ પ્લે પર Wifi Inspector નામથી ઉપલબ્ધ છે.

Fing Network Tools : Fing Network Tools નામની આ એપનો ઉપયોગ કરીને તમે જાણી શકશો કે તમારા વાઇફાઇ રાઉટર સાથે કેટલા ડિવાઇસ કનેક્ટ છે. આ એપ પણ ગૂગલ પ્લેસ્ટોર પર ઉપલબ્દ છે. Fing Network Toolsથી ડિવાઇસની હિસ્ટ્રી પણ જોઈ શકાય છે. આમ, ક્યું ડિવાઇસ રાઉટર સાથે જોડાયું છે એ આ એપથી માહિતી મળે છે.