NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • Video : મુંબઇની એક કંપની આપે છે એવી રજા કે ભારતમાં કોઈ વિચારી પણ ન શકે

Video : મુંબઇની એક કંપની આપે છે એવી રજા કે ભારતમાં કોઈ વિચારી પણ ન શકે

 | 6:48 pm IST

સોશિયલ મીડિયા પર કેમ્પેન ચલાવીને હવે અનેક મુદ્દાઓ જેના પર લોકો ચર્ચા કરવા તૈયાર નહોતા થતા એવા મુદ્દાઓ પર લોકોના વિચારો બદલી શકાય છે. જેમકે સ્ત્રીઓના માસિકધર્મની વાત કે ચર્ચા ભારતમાં જાહેરમાં થતી નથી. તેની બદલે હવે સોશિયલ મીડિયા પર લોકો આ વાતની ખુલ્લેઆમ ચર્ચા કરે છે અને આવા જ એક કેમ્પેનને પગલે આજે મુંબઇની એક કલ્ચર મશીન નામની કંપનીએ માસિકના પ્રથમ દિવસે મહિલા કર્મચારીઓને રજા આપવાની પહેલ કરી છે.

First Day of Period Leave | Blush Originals | #FOPLeave

While it's no secret that period cramps are the worst, over the years, women have had to show up to work and mask their pain with a silly excuse. Recognizing this pain and the taboo around it, Culture Machine Media Pvt. Ltd. has initiated a new leave policy, called First Day of Period Leave, where women can take a leave on the first day of their period, which is usually when the pain is at its worst.This video was filmed in secrecy featuring the women of Culture Machine, who were oblivious of this new change, at the time of the shoot. They were told for the first time on camera and this is how they reacted.To support the cause and get your office to introduce this policy, sign the petition on this link: https://www.change.org/p/period-leave-fop-as-policyBecause it's time we address that women menstruate and it is okay to take a day off to get through the discomfort.#FirstDayOfPeriod #FOPLeave #Periods #CultureMachine #FirstDayOfPeriodLeave Devleena Sanyal Majumder Kshipra Patil Alisha Creado

Posted by Blush Channel on Monday, July 3, 2017

ડિજિટલ મીડિયાની આ કંપનીએ મહિલા કર્મચારીઓનો મત જાણવા માટે માસિકના પ્રથમ દિવસે તેમને ઓફિસમાં કેવો અનુભવ થાય છે એવો સવાલ પૂછયો હતો અને મહિલાઓએ તેના જે જવાબ આપ્યા હતા તેનો એક વિડિયો બનાવીને ઇન્ટરનેટ પર વાયરલ કર્યો હતો. આ વિડિયોને અને કંપનીના આ વિચારને હજારો લોકોએ લાઇક કર્યુ છે.

માસિકના પ્રથમ દિવસે અનેક મહિલાઓને પેટમાં દુખાવા, મૂડ સ્વિંગ કે અશક્તિ જેવી અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. ત્યારે ઓફિસમાં આવીને કામ કરવું અને ઓફિસ સુધીની મુસાફરી કરવી તેમના માટે અઘરી બને છે. અનેક મહિલાઓએ કબૂલ્યું હતું કે આ દિવસોમાં માત્ર ઘરે રહેવાની ઇચ્છા થાય છે. તેમની આ ઇચ્છાને માન આપીને અને મહિલા કર્મચારીઓની તકલીફ દૂર કરવા કંપનીએ મહિલા કર્મચારીને માસિકના પ્રથમ દિવસે રજા આપવાનો નિર્ણય લીધો છે.