Which special Mantras and remedies for the rahu planet
  • Home
  • Astrology
  • રાહુના દુષ્પ્રભાવથી છો પરેશાન તો કરો આ મંત્રનો જાપ

રાહુના દુષ્પ્રભાવથી છો પરેશાન તો કરો આ મંત્રનો જાપ

 | 2:55 pm IST

સામાન્ય રીતે કહેવામાં આવે છે કે શનિ સૌથી ક્રૂર ગ્રહ છે જેના કારણે સૌ કોઈ આનાથી ડરે છે. વાસ્તવમાં શનિ દેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. કેમકે પ્રત્યેક વ્યક્તિને તેના કર્મ અનુસાર સારૂ ફળ પ્રદાન કરે છે, મોટા ભાગે લોકો આનાથી ડરી જાય છે. કહેવાનો મતલબ એ છે કે જો કોઈ જાતકના જીવનમાં કોઈ મુશ્કેલીઓ આવે તો તેનો દોષ તે શનિ ગ્રહને આપે છે. પણ તમને જણાવી દઇએ કે આ સિવાય રાહુ પણ એવો ગ્રહ છે જો જાતકની કુંડળીમાં તેનો ખરાબ પ્રભાવ હોય તો સમજી લો કે તમને ધૂળ ચાટતા કરી દે છે.

જો રાહુની નજરમાં આવી જાય તો સમજી લો કે તે ગયો. વ્યક્તિના જીવનમાં એટલી મુશ્કેલીઓ આવે છે કે તેને દૂર કરવામાં જ જીવન સમાપ્ત થઈ જાય છે. ગ્રહ ક્લેશ, પરિવાર સાથે અણબનાવ, સ્વાસ્થ્ય કથળવુ, પ્રગતિ અટકી જવી, એક પછી એક મુશ્કેલીઓ આવવી વગેરે તમામ બાબતો આવવા લાગે છે અને મુશ્કેલીનો આ સમય કેમ દૂર થશે તે જ એક માત્ર સવાલ થાય છે.

જો તમે પણ રાહુથી છો પરેશાન તો અજમાવી જુઓ આ ઉપાય. તમે રોજ સવારે ઉઠીને પુરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રાહુ મંત્રનો જાપ કરો. આનાથી અશુભ ફળોનો પ્રભાવ ઓછો થઈ જશે.

કરો આ મંત્રનો 108 વાર જાપ
|| ૐ રાં રાહવે નમ: ||

નવ રતી ભારનું ગોમેદ રત્ન પંચધાતુ કે લોઢાની અંગૂઠીમાં મઢાવી શનિવારના દિવસે રાહુ બીજ મંત્ર કરી સ્પષ્ટ ઉચ્ચારણથી કરી અભિમંત્રિત કરી જમણા હાથની વચલી આંગળીમાં પહેરવાથી રાહુની અસર ઓછી થશે. રોજ ભોલેનાથને જળાભિષેક કરવાથી પણ રાહુનો દુષ્પ્રભાવ ઓછો થાય છે.
રાહુનો બીજ મંત્ર
|| ૐ ભ્રાં ભ્રીં ભ્રૌં સ: રાહવે નમ: ||

રાહુથી પીડિત વ્યક્તિએ મોટા અવાજથી આ મંત્રનો જાપ પ્રતિદિન 108 વાર ઉચ્ચારણ કરો. આનાથી તાત્કાલીક રાહુની ખરાબ દશા દૂર થઈ જશે.

કરો આ મંત્રનો જાપ
|| ૐ એં હ્રીં ક્લીં ચામુન્ડાયૈ વિચ્ચે |
ૐ ગ્લોં હું ક્લીં ચામુન્ડાયૈ વિચ્ચે જ્વલ હં સં લં ક્ષં ફટ્ સ્વાહા ||

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન