શ્રાવણ માસમાં કરો આ 10માંથી એક ઉપાય, શિવજી અવશ્ય થશે પ્રસન્ન - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણ માસમાં કરો આ 10માંથી એક ઉપાય, શિવજી અવશ્ય થશે પ્રસન્ન

શ્રાવણ માસમાં કરો આ 10માંથી એક ઉપાય, શિવજી અવશ્ય થશે પ્રસન્ન

 | 4:14 pm IST

ગઈ કાલથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. આ 30 દિવસોમાં શિવજીને પ્રસન્ન કરવા ભક્તો અનેક ઉપાયો અને પૂજા પાઠ કરતાં હોય છે. ત્યારે આજે એવા 10 ઉપાયો અહીં દર્શાવામાં આવ્યા છે જેમાંથી કોઈપણ એકનો પ્રયોગ શ્રદ્ધાપૂર્વક કરશો તો શિવજીની કૃપાથી તમારું નસીબ બદલી જશે.

1 શિવજીનો જળાભિષેક કરવાના પાણીમાં કેસર ઉમેરી દેવું. આ પ્રયોગથી વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

2 જીવનમાં સફળતા મેળવવા માટે પારદના શિવલિંગની પૂજા કરવી. આ શિવલિંગ ચમત્કારી હોય છે.

3 શિવલિંગ પર નિયમિત દૂર્વા ચડાવો, તેનાથી શિવજી અને ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિ વધે છે.

4 મંગળદોષ દૂર કરવા માટે ચોખાને પકાવી અને પછી તેનો ઉપયોગ શિવલિંગનો શ્રૃંગાર કરવામાં કરવો. તેનાથી ઝડપથી પરિણામ મળે છે.

5 સમયાંતરે ભગવાન શંકરનું સ્મરણ કરી અને ઘઉં અથવા ચોખાનું દાન કરવું. અનાજનું પ્રમાણ સવા કિલો, સવા પાંચ કિલો કે પછી 11 કિલો રાખવું.

6 શિવલિંગ પર જળ ચડાવતી વખતે તેમાં કાળા તલ ઉમેરી દેવા. તેનાથી શનિદોષ અને રોગ દૂર થાય છે.

7 મનગમતું વાહન પ્રાપ્ત કરવું હોય તો શિવલિંગ પર રોજ ચમેલીનું ફુલ ચડાવવું અને ઓમ નમ: શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો.

8 11 બિલીપત્ર પર ચંદનથી ઓમ નમ: શિવાય અથવા શ્રીરામનું નામ લખી તેની માળા બનાવવી અને તેને શિવલિંગ પર ચડાવવી.

9 શિવલિંગ પર રોજ ધતુરો ચડાવવાથી સંતાન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.

10 આંકડાના ફુલની માળા બનાવી નિયમિત શિવલિંગ પર ચડાવવાથી બદી જ મનોકામના પૂરી થાય છે.