વિરાટ કોહલીનો પાક. અમ્પાયર માટે `જોરદાર-ચોટદાર’ વીડિયો મેસેજ - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.7925 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ કોહલીનો પાક. અમ્પાયર માટે `જોરદાર-ચોટદાર’ વીડિયો મેસેજ

વિરાટ કોહલીનો પાક. અમ્પાયર માટે `જોરદાર-ચોટદાર’ વીડિયો મેસેજ

 | 1:00 pm IST

 

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાની અમ્પાયર અલીમ દાર માટે વીડિયો સંદેશો પાઠવ્યો છે. દારે રેસ્ટોરન્ટ બિઝનેસમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે પાકિસ્તાની અમ્પાયર દારને શુભેચ્છા પાઠવતાં વિરાટ કોહલીએ જણાવ્યું છે કે હું પ્રાર્થના કરું છું કે તમે અમ્પાયર તરીકે સફળ થયા છો તેટલા જ રેસ્ટોરન્ટમાં પણ સફળ થાવ.

ટીમ ઈન્ડિયાની હોટલના જિમમાં રેકોર્ડ કરાયેલા મેસેજમાં કોહલીએ જણાવ્યું હતું કે હેલો, સલીમભાઈ, મેં સાંભળ્યું છે કે તમે નવું રેસ્ટોરન્ટ ખોલવાના છો. હું તમને આ માટે ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું. હું દુવા કરું છું કે જેવી રીતે અમ્પાયરીંગ ફીલ્ડમાં નામના તમે મેળવી છે, તમારું રેસ્ટોરન્ટ પણ આગળ વધે અને આટલી જ નામના કમાએ. મેં એવું પણ સાંભળ્યું છે કે તમે આ રેસ્ટોરન્ટ થકી મુકબધીર બાળકો માટે શાળાનો આરંભ કરવાની ઈચ્છા ધરાવો છો. તેના માટે બધું ભંડોળ આ રેસ્ટોરન્ટની કમાણીમાંથી મળી જશે તે માટે હું તમને ખુબ ખુબ ધન્યવાદ આપુ છું. આશા રાખું છું કે તમે આ રીતે જે પ્રાપ્ત કરવા માગે છે તે ચોક્કસ થાય. હું બધા લોકોને કહીશ કે એક વાર જરૂર આ રેસ્ટોરન્ટ જાઓ અને ફૂડ ટેસ્ટ કરો.