મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં નિર્ણય સંભળાવનારા સ્પેશિયલ NIA કોર્ટના જજનું રાજીનામું - Sandesh
  • Home
  • India
  • મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં નિર્ણય સંભળાવનારા સ્પેશિયલ NIA કોર્ટના જજનું રાજીનામું

મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં નિર્ણય સંભળાવનારા સ્પેશિયલ NIA કોર્ટના જજનું રાજીનામું

 | 7:40 pm IST

હૈદરાબાદની મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસનો નિર્ણય સંભળાવ્યાના થોડા જ કલાકો બાદ સ્પેશિયલ એનઆઈએ કોર્ટના જજ રવિંદર રેડ્ડીએ પોતાનું રાજીનામું આપી દીધું છે. રેડ્ડીએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પોતાનું રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપવા પાછળ તેમને વ્યક્તિગત કારણોનો હવાલો આપ્યો હતો.

સ્પેશિયલ એનઆઈએ કોર્ટે 11 વર્ષ જુના કેસમાં સોમવારે તમામ એવા 5 આરોપીઓને પુરાવાના અભાવે છોડી મુક્યાં હતાં.

સ્પેશિયલ એનઆઈએ કોર્ટે આરોપી સ્વામી અસીમાનંદ સહિત તમામ 5 આરોપીઓને પુરાવાના અભાવે છોડી મુક્યાં હતાં. આ મામલે નમાપલ્લી કોર્ટમાં નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. સ્વામી અસીમાનંદ આ મામલે મુખ્ય આરોપીઓમાંના એક હતાં. 18 મે 2007માં થયેલા આ બ્લાસ્ટમાં 9 લોકો માર્યા ગયાં હતં જ્યારે 58 લોકો ઘાયલ થયાં હતાં. ત્યાર બાદ પ્રદર્શનકારીઓ પર થયેલા પોલીસ ફાઈરિંગમાં પણ કેટલાક લોકો માર્યા ગયાં હતાં. આ મામલે 10 આરોપીઓમાંથી 8 લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

સ્પેશિયલ એનઆઈએ કોર્ટે મક્કા મસ્જિદ કેસની આજે સુનાવણી હાથ ધરી હતી. આ કેસમાં નબા કુમાર ઉર્ફે સ્વામી અસીમાનંદનું નામ પણ શામેલ હતું. અસીમાનંદ ઉપરાંત દેવેંન્દ્ર ગુપ્તા, લોકેશ શર્મા, ભારત મોહનલાલ રત્નેશ્વર ઉર્ફે ભારત ભાઈ અને રાજેન્દ્ર ચૌધરીનો પણ આરોપીઓ બનાવવામાં આવ્યાં હતાં. 11 વર્ષ જુના કેસમાં કોર્ટે તમામ પાંચ આરોપી મુકવાનો આદેશ કર્યો હતો. સ્પેશિયલ એનઆઈએ કોર્ટના જજ રવિંદર રેડ્ડીએ આ કેસની સુનાવણી હાથ ધરી હતી. ન્યાયાધીશ રેડ્ડીએ તમામ 5 આરોપીઓને છોડી મુક્યાં હતાં.

આ ચુકાદાના થોડ જ સમય બાદ સ્પેશિયલ એનઆઈએ કોર્ટના જજ રવિંદર રેડ્ડીએ ન્યાયાધીશ પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામાં માટે તેમણે પોતાના વ્યક્તિગત કારણોનો હવાલો આપ્યો હતો.

જે 8 લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તેમાંથી સ્વામી અસીમાનંદ અને ભાર્ત મોહનલાલ રત્નેશ્વર ઉર્ફે ભરત ભાઈ જામીન પર બહાર છે. આ કેસના બે મુખ્ય આરોપી સંદીપ વી ડાંગે અને રામચંદ્ર કલસંગરા હજી પણ ફરાર છે.

2007માં થયેલા બ્લાસ્ટ કેસની તપાસ પોલીસે કરી હતી. જો કે ત્યાર બાદ આ કેસ સીબીઆઈને ટ્રાંસફર કરી દેવામાં આવ્યો હતો. બાદમાં 2011માં આ કેસ એનઆઈએને સોંપી દેવામાં આવ્યો. આ કેસમાં કુલ 160 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં, જેમાથી 54 સાક્ષીઓતો મૃત્યું પામ્યાં છે. કેસની સુનાવણી દરમિયાન 226 સાક્ષીઓની પુછપરછ હાથ ધરવામાં આવી અને 411 કાગળ રજુ કરવામાં આવ્યાં હતાં.