સુયોગ્ય પત્નીની હોય ચાહત તો, શ્રાવણ માસમાં કરો આ સરળ ઉપાય - Sandesh
  • Home
  • Astrology
  • સુયોગ્ય પત્નીની હોય ચાહત તો, શ્રાવણ માસમાં કરો આ સરળ ઉપાય

સુયોગ્ય પત્નીની હોય ચાહત તો, શ્રાવણ માસમાં કરો આ સરળ ઉપાય

 | 10:41 am IST

શ્રાવણ માસમાં શિવજીની પૂજાનું અનેરું મહત્વ છે. માનવામાં આવે છે કે આ માસ દરમિયાન શ્રદ્ધા પૂર્વક શિવજીનું પૂજન કરવામાં આવે તો ભોળાનાથ મનની તમામ ઈચ્છાઓ પૂરી કરી દે છે. જેમ ભોળાનાથ તેમની ભક્તિ કરનાર યુવતીઓને મનોવાંચ્છિત વર પ્રાપ્ત કરવાની ઈચ્છા પૂરી કરે છે તેવી જ રીતે સુયોગ્ય પત્ની પામવાની ઈચ્છા પણ તેઓ પૂરી કરી શકે છે. યુવતીઓ જેવી રીતે અલગ અલગ પ્રકારના વ્રત કરે છે તેવી રીતે યુવકોએ કોઈ વ્રત કરવાની તો જરૂર નથી પરંતુ તેઓ માત્ર કેટલાક ઉપાયો કરીને પણ યોગ્ય જીવનસાથી પામી શકે છે.

શ્રાવણ માસ દરમિયાન રોજ શિવજીનું પૂજન કરવું અને તેમને મોગરાના ફુલ ચડાવવા જોઈએ. આ ફુલ ચડાવવાથી સુંદર અને સુશીલ પત્નીની પ્રાપ્તિ થાય છે. શિવજીને પારિજાતકનું ફુલ ચડાવવાથી પારિવારીક સુખ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સમૃદ્ધીમાં વધારો થાય છે. સંતાનપ્રાપ્ત માટે શિવજીને ધતુરાના ફુલ ચડાવવા જોઈએ. શિવજીને લાલ તેમજ સફેદ આંકડાના ફુલ ચડાવવાથી જીવનમાં સુખ-શાંતિ જળવાશે.