શ્રાવણ માસમાં ખાસ વસ્તુઓથી કરો શિવ પૂજા, મનની ઈચ્છા ગણતરીના દિવસોમાં થશે પૂરી - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણ માસમાં ખાસ વસ્તુઓથી કરો શિવ પૂજા, મનની ઈચ્છા ગણતરીના દિવસોમાં થશે પૂરી

શ્રાવણ માસમાં ખાસ વસ્તુઓથી કરો શિવ પૂજા, મનની ઈચ્છા ગણતરીના દિવસોમાં થશે પૂરી

 | 2:13 pm IST

શ્રાવણ માસમાં શિવ-પૂજાનું વિશેષ મહત્વ છે. પરંતુ શું તમે જાણો છો કે પોતાની મનની ખાસ ઈચ્છાઓ પૂરી કરવા માટે પણ આ શ્રેષ્ઠ સમય છે. ભોળાનાથની ખાસ રીતે પૂજા કરવામાં આવે તો મનની દરેક ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. આ ખાસ પૂજાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. તો ચાલો જાણી લો ફટાફટ કે મનની કઈ ઈચ્છા પૂરી કરવા કેવી રીતે શિવજીની આરાધના કરવી.

– ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો બિલીપત્રથી શિવજીની પૂજા કરવી.
– સુખ-સમૃદ્ધિ માટે સફેદ આંકડાના ફુલ શિવલિંગ પર ચડાવવા.
– સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો દૂધમાં હળદર ઉમેરી અને ભોળાનાથનો અભિષેક કરવો.
– પ્રેમ પ્રાપ્ત કરવા માટે શિવ-પાર્વતીની સાથે પૂજા કરવી.
– દરેક પ્રકારની મનોકામના પૂર્તિ માટે પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરવો.