મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ સિસ્ટમ, જાણીને થઈ જશો આફરિન - Sandesh
NIFTY 10,360.40 +0.00  |  SENSEX 33,703.59 +0.00  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ સિસ્ટમ, જાણીને થઈ જશો આફરિન

મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ સિસ્ટમ, જાણીને થઈ જશો આફરિન

 | 5:04 pm IST

મુંબઈ ખાતે હાલમાં પશ્ચિમ રેલવેમાં પ્રાયોગિક ધોરણે બે લોકલ ટ્રેનના મહિલાઓના ડબ્બામાં ટોકબેક સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. આ સિસ્ટમને મળેલા સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં બધી ટ્રેનોમાં તબક્કાવાર આ પ્રણાલી બેસાડવાનો વિચાર રેલવે-ઓથોરિટીએ કર્યો છે. લોકલ ટ્રેનમાં મહિલા ડબ્બામાં પ્રવાસ કરતી મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માટુંગાના વર્કશોપમાં ટોકબેક સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી.

મોડી રાત્રે કે વહેલી સવારે મહિલા ડબ્બાઓમાં એકલા પ્રવાસ કરતી મહિલાઓની છેડતી કરવાની, તેમના પર હુમલો કરવાની તેમ જ તેમને લૂંટવા જેવી ઘટનાઓ બને એ સમયે તેમને તાકીદે મદદ મળે એ માટે ટોકબેક સિસ્ટમ બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમની મદદથી મહિલા ઇમરજન્સી વખતે સીધા ગાર્ડ કે મોટરમેન સાથે વાત કરી શકે છે.

આ બટનનો કઈ રીતે ઉપયોગ કરવો એની સૂચના બટનની બાજુમાં લાલ અને લીલા રંગના આકર્ષક બોર્ડ પર આપવામાં આવી છે. કટોકટીના સમયે એક વખત આ બટન પ્રેસ કરવું. ત્યાર બાદ લાલ લાઇટનું રૂપાંતર લીલી લાઇટમાં થાય ત્યાં સુધી પ્રતીક્ષા કરવી. લીલી લાઇટ થતાં બટન પ્રેસ કરીને પોતાનો મેસેજ ગાર્ડ કે મોટરમેનને આપવો. ગાર્ડનો અવાજ સાંભળવા માટે બટન પરથી હાથ હટાવી દેવો. આ બટનનો દુરુપોયગ થાય નહીં એ માટે ખાસ ચેતવણી અપાઈ છે અને જણાવવામાં આવ્યું છે કે કામ વિના આ બટનનો ઉપયોગ કરનારને એક વર્ષની જેલની સજા અથવા ૧૦૦૦ રૂપિયાનો દંડ અથવા બન્ને થઈ શકે છે.